Site icon Just Gujju Things Trending

રાજાએ નોકરને પુછ્યુ તુ કાયમ ખુશ રહે છે એનું કારણ શું છે? નોકર નો જવાબ સાંભળી રાજા…

ઘણી વખત આપણે જીવનમાં દુઃખ ખુબ જ છે તેવી ફરીયાદ ક્યાંક ને ક્યાંક તો કરતા હોઈએ છીએ, પણ જીવનમાં ખુશી મેળવવી હોય તો શું કરવું, તે આ નાની સ્ટોરી ૨ મિનીટ નો સમય કાંઢીને વાંચીલો પછી તેને જીવનમાં ઉતારી લો એટલે ખુશી શોધવી અઘરી નહીં રહે!

*** વાંચો સ્ટોરી ***

એક રાજા નો નોકર હતો. તે ખૂબ જ મોજીલો હતો. કામ કરતો જાય ને ગીતો ગણગણતો જતો. રાજાએ એક વખત આ જોયું કે આ નોકર તો કાયમ ખુશ રહે છે. આથી અને નોકર ને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે તું કાયમ ખુશ રહે છે આ ખુશીનું કારણ શું છે.

ત્યારે નોકરે કહ્યું કે મહારાજ તમે મને જે પગાર આપો છો, એનાથી મારા કુટુંબનો બહુ સારો નિર્વાહ થવા ઉપરાંત ભવિષ્ય માટે સારી બચત કરી શકું છું. કામે થી ઘેર જાવ ત્યારે મારી પત્ની અને છોકરાઓ સાથે અલકમલકની વાતો કરું છું.

આ સાંભળીને રાજાને થયું કે મારી પાસે તો આટલી સંપત્તિ છે, આટલી બધી સત્તા છે. છતાં શા માટે કાયમ દુખી રહું છું? પોતાને આની મૂંઝવણ થવા લાગી એટલે એમને મંત્રીને પાસે બોલાવ્યો અને મંત્રીને એ મૂંઝવણ વિશે જાણ કરી.

મંત્રીએ સમજી-વિચારીને એના માટે એક ઉકેલ વિચાર્યો અને પછી એક યોજના બનાવી અને રાજાને જણાવી.

આ યોજના અનુસાર એક દિવસ પેલા નોકરને દરવાજે 99 સુવર્ણમુદ્રા ભરેલી એક થેલી રાખવામાં આવી. નોકરે આથેલી જોઈ એટલે તે થેલી લઈને ઘરમાં ગયો. થેલી ખોલીને ગણતરી કરી. 100ની જગ્યા પર ૯૯ જ મુદ્રા થઈ. એને વિચાર આવ્યો કે 100 મીં ક્યાં ગઈ હશે? આજુબાજુમાં ઘણી શોધખોળ કરી પરંતુ કઈ હાથે લાગ્યો નહીં.

અંતે એણે નક્કી કર્યું કે 100 સુવર્ણમુદ્રા ભેગી કરીને જ રહેશે, પરંતુ એક સુવર્ણમુદ્રા સસ્તી થોડી હોય હવે એનું ધ્યાન એ માટેના પૈસા ભેગા કરવા માટે એકત્રિત થઈ ગયું. એના જીવનમાં પણ ઘણા બદલાવ આવી ગયા તે ગીતો ગાતા ગાતા કામ કરતો એની જગ્યાએ ગીતો ગણગણવાનું બંધ કરી દીધું. આ સિવાય વાતવાતમાં એ પત્નીને અને બાળકો પર ખીજાવા લાગ્યો.

એક વખતનો મોજીલો નોકર દુઃખી-દુઃખી રહેવા લાગ્યો. રાજા એ એનું આ પરિવર્તન જોયું અને એની મૂંઝવણનો ઉકેલ એને મળી ગયો…

શું હતો એ ઉકેલ?

સારું જીવન જીવી શકીએ એના માટે મહેનત કરવી એ સારી બાબત છે. પણ એમાં એટલી અતિશયોક્તિ તો ન જ કરવી જોઈએ કે જેથી આપણા નિકટનાં સ્વજનો છે એનાથી દૂર જતા રહીએ. કેહવાતા વૈભવની લાહ્યમાં આપણા સુખ અને ખુશી નો ભોગ ન લેવાવો જોઈએ.

પરિવાર સાથે હળીમળીને રહો, તેની સાથે સમય પસાર કરવો એ જ સાચી ખુશી છે. અને ઘણા લોકોને આ વાત સમજાય ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version