એક માજી ભગવાનને કચરો ચડાવી રહ્યા હતા, એક માણસે આ જોઈને ભગવાનને કચરો ચઢાવવાનું કારણ પૂછ્યું તો…
એક ઘરડા માજી હતા. તેની પાસે જે પણ કંઈ હતું તે બધું તે ભગવાનને અર્પણ કરી ચૂક્યા હતા. આ સિવાય તે મારી પાસે જે પણ કંઈ આવે તે બધું ભગવાનને ચડાવી દેતા. એ પછી કોઈ ભૌતિક સુખ-સગવડ નાની વસ્તુ હોય કે પછી કોઈ મન માં આવેલો વિચાર હોય. અરે ત્યાં સુધી કે સવારના ઘરમાંથી ભેગો થયેલો કચરો પણ તે ભગવાનને અર્પણ કરતા અને એવું કહેતા કે આ પણ તમને સમર્પિત.
આજુબાજુના લોકો એ જ્યારે આ જોયું તો તે બધા લોકો આશ્ચર્ય પામ્યા અને તેમાંથી ઘણા લોકો કહેવા લાગ્યા કે આ યોગ્ય ન કહેવાય. અમુક લોકો તો બોલી ઉઠ્યા કે આ માજી એ તો હવે હદ વટાવી લીધી. આપણે ભગવાનને ફૂલ અર્પણ કરીએ મિઠાઈ અર્પણ કરીએ પરંતુ કચરો? કચરો તો કોઈ લોકો અર્પણ ન કરે. આ તો ખરેખર માજી એ હદ પાર કરી જ કહેવાય.
ત્યાં હાજર રહેલા એક ભાઈએ કહ્યું અરે માજી ઉભા રહો અમે ઘણા માણસો જોયા છે જે લોકો ઘણી બધી વસ્તુઓ ભગવાનને અર્પણ કરતા હોય છે પરંતુ આ તમે શું કરી રહ્યા છો તેનું તમને ભાન છે?
માજીએ સહજતાથી જવાબ આપતા તે માણસ ને કહ્યું એ તું મને ન પૂછે, જેને અર્પણ કર્યું છે એને જ પૂછે. ત્યારે મેં મારી બધી વસ્તુઓ મારું મન મારું હૃદય અને બધા જ વિચારો પણ ભગવાનને અર્પણ કરી દીધા છે તો આ કચરો પણ હું શું કામ મારી પાસે રાખું? માસી નો જવાબ સાંભળીને તે માણસ ત્યાંથી ચાલ્યો ગયો…
થયું એવું કે તે માણસ ઘરે જઈ રહ્યો હતો એવામાં આખા રસ્તા દરમિયાન તેને આ માજીનો જ વિચાર આવ્યા કરતો હતો તે માજી વળી આવું શું કામ કરી રહ્યા હશે? ઘરે પહોંચતાની સાથે જ રાત પડી ચૂકી હતી એટલે જમ્યો અને ત્યાર પછી સુવા ની પથારી કરી.
થોડા સમય પછી તેને બરાબર ની ઊંઘ આવી ગઈ પછી એક સપનું જોયું સપનામાં તેને જોવા મળ્યું કે કોઈ તેને પોતાને સ્વર્ગ લઈને જઈ રહ્યું છે. ભગવાનની સામે તેને ઊભો રાખવામાં આવે છે. અને સામે ખૂબ જ ચમકતું એવું સોનાનું સિંહાસન હાજર હતું જેની ઉપર ખુદ ભગવાન વિરાજમાન હતા.
સવારનો સમય હતો. ઊગી રહેલા સૂરજના કિરણો ત્યાં પ્રવેશી રહ્યા હતા અત્યંત આનંદ જનક માહોલ હતો. બંને બાજુએ થી પક્ષી નો અવાજ આવી રહ્યો હતો અને આ અવાજ એટલો મધુર હતો કે જાણે કોઈ ગીત ગાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું.
અને અચાનક જ તે સપનું જોઈ રહ્યો હતો એવામાં ભગવાન જે જગ્યાએ બેઠા હતા તેની સામે જ થોડો કચરો આવ્યો. કચરો આવ્યો એટલે તરત જ ભગવાને કહ્યું આ માજી તો એક દિવસ પણ નથી ચૂકતા.
એટલે તરત જ પહેલા વ્યક્તિ એ ભગવાનને કહ્યું હું આ માજી ને જાણું છું કારણ કે કાલે જ તો મેં આ માજી ને નજર સમક્ષ જોયા હતા અને ગઈકાલે જ મેં તેને પૂછ્યું હતું કે માજી તમે આ શું કરી રહ્યા છો?
આટલું બોલ્યા પછી પણ તે વ્યક્તિ ભગવાન સમક્ષ ઘણા સમયથી ઉભો હતો બધું જાણતો હતો કે ઘણા લોકો ફૂલ ચઢાવે છે ઘણા લોકો મીઠાઈ પણ અર્પણ કરે છે પરંતુ તેને એ વસ્તુ ક્યાંય પણ દેખાય નહીં.