એક માણસ રણમાં જતા જતા ભગવાન ને ફરિયાદ કરી રહ્યો હતો, થોડા સમય પછી એવો ચમત્કાર થયો કે તે…
એટલામાં ફરી પાછું કુવાની પેલી બાજુ જોયું તો ત્યાં ડોલ અને એક દોરડું પડ્યું હતું જેનાથી આસાનીથી પાણી કુવા માંથી કાઢી શકાય. ફરી પાછું તે આશ્ચર્યચકિત થઇ ગયો અને આકાશમાં જોવા લાગ્યો, તેને પોતાની આંખમાં પણ વિશ્વાસ ના થયો કે આ હું શું જોઈ રહ્યો છું. થોડો ગભરાઈ ગયો તેમ છતાં આકાશ તરફ જોઇને બોલ્યો ભગવાન પરંતુ હું આ પાણીને રણમાં કેવી રીતે વહાવીશ?
એટલામાં જ એને પાછળથી કોઈ ના પગલાં સંભળાયા પાછળ ફરીને જોયું તો તેની આંખો ચાર થઈ ગઈ કારણ કે પાછળ એક ઊંટ ઊભું હતું. જાણે તેની છેલ્લી ફરિયાદ નો પણ ભગવાને નિકાલ કાઢી દીધો હોય. આ બધું જોઇને તે એકદમ ગભરાઈ ગયો. તેની ફરિયાદ હવે તેને જ વિચારવા પર મજબૂર કરી રહી હતી તે માણસ વિચારવા લાગ્યો કે જો હું અહીં રણમાં હરિયાળી લાવવા માટે રોકાઈ જઈશ તો મારા બીજા બધા કામ અધૂરા રહી જશે અને હું અહીં જ ફસાઈ ન રહી જઈશ. બસ આટલું બોલીને તે આકાશ તરફ પણ ન જોયું અને તરત જ આગળ વધવા લાગ્યો.
થોડા પગલાં આગળ વધ્યો કે તરત જ તેને પોતાના પગ નીચે એક ચિઠ્ઠી જોવા મળી એ ચિઠ્ઠીમાં કંઈક લખેલું હતું એટલે ચિઠ્ઠી હાથ પર લીધી અને જોયું કે તેમાં શું લખ્યું છે.
એ ચિઠ્ઠીમાં લખ્યું હતું હે માનવ મેં તને પાણી આપ્યું, તને ડોલ આપી પાણી કાઢવા માટે દોરડું પણ આપ્યું રણમાં પાણી વહેવડાવવા માટે તને ઊંટ પણ આપ્યું હવે હરિયાળી લાવવા માટે બધું જ તારી પાસે છે. એટલે હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે તારા હાથમાં છે.
એક ક્ષણ માટે તે માણસ ત્યાં જ ઉભો રહી ગયો ફરી પાછું કંઈ વિચાર આવ્યો અને તે આગળ જતો રહ્યો આકાશ સમક્ષ જોયું પણ નહીં અને એ રણ ક્યારેય પણ લીલું ન થઈ શક્યો… તે ત્યાંથી પોતાના ઘર બાજુ જઈ રહ્યો હતો એવામાં જ અલાર્મ સંભળાયો અને ખબર પડી કે તે માણસને આવું હકીકતમાં નહીં પણ સપનું આવ્યું હતું.
એ સપનું આવ્યું હોવા છતાં એ તરત જ સમજી ગયો કે આપણે બધા ઘણી વખત આપણા જીવનમાં કોઈપણ વસ્તુ થાય તો તરત જ બીજાને દોષ આપી દઈએ છીએ. આપણા મનનું ધાર્યું ન થાય ત્યારે ઘણી વખત આપણે આપણા પરિવારના વડીલો ને ક્યારેક-ક્યારેક આપણા સગા વ્હાલાઓને તો પછી ક્યારેક ભગવાનને પણ દોષિત ઠેરાવી દઈએ છીએ. પરંતુ હકીકતે આપણે આપણું સપનું સાકાર કરવું હોય તો તેની બધી જ શક્તિ આપણામાં અંદર રહેલી છે. શરૂઆતમાં ગમે તેટલું કઠિન લાગતું કામ પણ શરૂઆત કરો પછી ધીમે ધીમે આસાન થતું રહે છે.
આ વિશે તમારું શું માનવું છે આ સ્ટોરી તમને કેવી લાગી તેના વિશે કમેન્ટમાં જરૂર થી જણાવજો. તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.