એક સમ્રાટે કહ્યું મારી દીકરી સાથે હું જ લગ્ન કરીશ, સમ્રાટને સમજાવવા એક વિદ્વાન માણસે એવું કર્યું કે સમ્રાટે થોડી જ ક્ષણોમાં કહ્યું હું મારી દીકરી સાથે…

મહારાણીને વિદ્વાન માણસ પર સંપૂર્ણ ભરોસો હતો એટલે તેઓ ત્યાંથી ફરી પાછા મહેલ આવી ગયા. વિદ્વાન માણસ જેમ કહ્યું હતું એ જ રીતે નિયત સમયે તેઓ ત્યાં પહોંચી ગયા, તેઓ માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું. અને સમ્રાટને પણ બોલાવવામાં આવ્યા, સમ્રાટ પોતાની રાજસભામાં થી અહીં ભોજન માટે આવ્યા. વિદ્વાન માણસને જોઈને સમ્રાટે કહ્યું આવતીકાલે મારા લગ્ન છે અને આજે અહીં વિદ્વાન માણસ પણ આવ્યા છે લાગે છે બધું શુભ શુભ થઇ રહ્યું છે.

તે વિદ્વાન માણસ ને સમ્રાટ પહેલેથી જ ઓળખતા હતા એટલે તેઓને પ્રણામ કર્યા અને તેઓની સાથે ભોજન ગ્રહણ કરવા માટે બેઠા. પેલા વિદ્વાન માણસે કહ્યું સમ્રાટ હું ઘણા સમયથી એક સમર્થ પુરુષ ની શોધમાં છું મને હમણાં જ એવા સમાચાર મળ્યા કે તમે સમર્થ પુરુષ છો. આ વાત સાચી છે? સમ્રાટે તરત જ હા પાડી. એટલે વિદ્વાન માણસે કહ્યું વાહ તો તો હું તમારી સાથે ભોજન કરીને ધન્ય થઈ જઈશ.

તે વિદ્વાન માણસે ભોજન માટે થાળી મંગાવી. બે ભોજન થાળ લઈ આવવામાં આવ્યા જેમાં એક ભોજન થાળ માં છપ્પન ભોગ હતા જ્યારે બીજી થાળીમાં માત્ર કચરો ભર્યો હતો. રસપ્રદ વાત એ હતી કે છપ્પનભોગ વાળો ભોજન થાળ વિદ્વાન માણસ ને પીરસવામાં આવ્યો અને જ્યારે બીજો ભોજનથાળ કે જેમાં કચરો હતો તે સમ્રાટ પાસે મૂકવામાં આવ્યો અને વિદ્વાન માણસે સમ્રાટ સામે જોઈને કહ્યું ભોજન કરો.

કચરો ભરેલી થાળી જોઈને સમ્રાટ ખૂબ જ ક્રોધિત થઈ ગયા, અને વિદ્વાન માણસ ને હજુ કંઈ જવાબ આપે તે પહેલાં જ વિદ્વાન માણસ પરિસ્થિતિને પારખી ગયા અને ઊભા થઈને તરત જ કહ્યું સમ્રાટ તમે તો સમર્થ પુરુષ છો તમને કોઈ પ્રકારનો દોષ નહીં લાગે આ ભોજન ગ્રહણ કરી લો. અને મારી પણ ઘણા વર્ષો જૂની ઈચ્છાઓ પૂરી થઈ જશે.

વિદ્વાન માણસની વાત સાંભળીને સમ્રાટ થોડા હતાશ થઈ ગયા અને તેને જવાબ આપ્યો કે આ તો મારાથી નહીં થાય. હજી વિદ્વાન માણસ કંઈ બોલે તે પહેલાં જ સમ્રાટ બધું સમજી ગયા અને તરત જ વિદ્વાન માણસ ના પગમાં પડી ગયા.

સમ્રાટ તરત જ સમજી ગયા કે આપણે આપણી પરિભાષાઓ સરખી કરી લેવી જોઇએ કારણ કે જેમ ભોજનમાં જે ખાઈએ છીએ તે જ ખાઈએ છીએ એ રીતે પત્ની બહેન અને માતા એ બધી સ્ત્રીઓ જ છે પરંતુ બધા પ્રત્યેનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કોમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!