એક સમ્રાટે કહ્યું મારી દીકરી સાથે હું જ લગ્ન કરીશ, સમ્રાટને સમજાવવા એક વિદ્વાન માણસે એવું કર્યું કે સમ્રાટે થોડી જ ક્ષણોમાં કહ્યું હું મારી દીકરી સાથે...

એક સમ્રાટ ખૂબ જ તાકાતવાન હતો, એ સમ્રાટ ની દિકરી એટલી ખૂબસૂરત હતી કે બધા લોકો એમ જ વિચાર કરતાં કે જો આની સાથે લગ્ન થઈ જાય તો આપણું જીવન તો ધન્ય ધન્ય થઈ જાય લગભગ બધા જ લોકો ની સ્વપ્ન સુંદરી કહેવાય એવી એની દીકરી હતી.

અને આ દીકરીની સુંદરતાની ચર્ચા માત્ર તેના જ રાજ્યમાં નહીં પરંતુ એક ઠેકાણે થતી હતી અને બીજા સમ્રાટ સુધી પણ આના ખૂબસૂરતીની ચર્ચાઓ થઈ ચૂકી હતી અને આ વાતથી સમ્રાટ પોતે પણ વાકેફ હતા. એક દિવસે તેને ઘણા વિચાર આ બાબત વિશે કર્યો. અને દિવસની રાત થઈ ગઇ હોવા છતાં તેઓ પોતાના રૂમમાં બેઠા બેઠા વિચાર જ કરતા રહ્યા.

સવારે જ્યારે મહારાણી જાગ્યા તો જોયું કે સમ્રાટ તો પોતાના રૂમમાં ફરી રહ્યા છે અને સુતા જ નથી. તરત જ મહારાણીના સમ્રાટ ને પૂછ્યું કે લાગે છે તમે આખી રાત જાગ્યા છો હું તમને કોઈ મુશ્કેલી છે?

સમ્રાટે જવાબમાં મહારાણીને કહ્યું કે આપણી દીકરી ને લઈને ચિંતા છે પરંતુ મેં ઘણા વિચાર કર્યા પછી હવે એક નિર્ણય લઈ લીધો છે કે સમર્થ પુરુષ ને કોઈ દોષ ન લાગે. મહારાણીએ પૂછ્યું હું કંઈ સમજી નહીં તમે શું કહેવા માંગો છો?

સમ્રાટ જવાબ આપતા કહ્યું હું મારી દીકરી સાથે પોતે જ લગ્ન કરી લઈશ. સમર્થ પુરુષ ને તો આમ પણ કોઈ દોષ લાગતો નથી.

મહારાણી આ જવાબ સાંભળીને અવાચક રહી ગયા. તેને સમ્રાટને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ સમ્રાટ ટસ ના મસ ન થયા.

સમ્રાટ રાજસભામાં ગયા અને ત્યાં જઈને તેઓએ એલાન કરી દીધું કે અહીં સૌથી સમર્થ પુરુષ હું છું એટલા માટે મારી દીકરી સાથે હું પોતે જ લગ્ન કરીશ. સમર્થને તો કોઈ દોષ ન લાગે. એ સભામાં કોઇ પાસે વિરોધ ની તાકાત નહોતી એટલે કોઈએ તેનો વિરોધ ન કર્યો. સમ્રાટ જેમ કહ્યું હતું તે જ રીતે કરવામાં આવ્યું મુહૂર્ત કાઢવામાં આવ્યો.

પરંતુ મહારાણી આ બધી વાતથી થોડા નાખુશ હતા. તેઓ ચૂપચાપ એક વિદ્વાન પાસે જઈને તેઓને મળ્યા અને બધી વાત રડી રડી ને જણાવી ત્યારે વિદ્વાન માણસે તેને કહ્યું કે લગ્ન પહેલા હું એક દિવસ તમારી પાસે ભોજન ગ્રહણ કરવા આવીશ. પછી બધો વિવાદ પૂર્ણ થઇ જશે.

મહારાણીને વિદ્વાન માણસ પર સંપૂર્ણ ભરોસો હતો એટલે તેઓ ત્યાંથી ફરી પાછા મહેલ આવી ગયા. વિદ્વાન માણસ જેમ કહ્યું હતું એ જ રીતે નિયત સમયે તેઓ ત્યાં પહોંચી ગયા, તેઓ માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું. અને સમ્રાટને પણ બોલાવવામાં આવ્યા, સમ્રાટ પોતાની રાજસભામાં થી અહીં ભોજન માટે આવ્યા. વિદ્વાન માણસને જોઈને સમ્રાટે કહ્યું આવતીકાલે મારા લગ્ન છે અને આજે અહીં વિદ્વાન માણસ પણ આવ્યા છે લાગે છે બધું શુભ શુભ થઇ રહ્યું છે.

તે વિદ્વાન માણસ ને સમ્રાટ પહેલેથી જ ઓળખતા હતા એટલે તેઓને પ્રણામ કર્યા અને તેઓની સાથે ભોજન ગ્રહણ કરવા માટે બેઠા. પેલા વિદ્વાન માણસે કહ્યું સમ્રાટ હું ઘણા સમયથી એક સમર્થ પુરુષ ની શોધમાં છું મને હમણાં જ એવા સમાચાર મળ્યા કે તમે સમર્થ પુરુષ છો. આ વાત સાચી છે? સમ્રાટે તરત જ હા પાડી. એટલે વિદ્વાન માણસે કહ્યું વાહ તો તો હું તમારી સાથે ભોજન કરીને ધન્ય થઈ જઈશ.

તે વિદ્વાન માણસે ભોજન માટે થાળી મંગાવી. બે ભોજન થાળ લઈ આવવામાં આવ્યા જેમાં એક ભોજન થાળ માં છપ્પન ભોગ હતા જ્યારે બીજી થાળીમાં માત્ર કચરો ભર્યો હતો. રસપ્રદ વાત એ હતી કે છપ્પનભોગ વાળો ભોજન થાળ વિદ્વાન માણસ ને પીરસવામાં આવ્યો અને જ્યારે બીજો ભોજનથાળ કે જેમાં કચરો હતો તે સમ્રાટ પાસે મૂકવામાં આવ્યો અને વિદ્વાન માણસે સમ્રાટ સામે જોઈને કહ્યું ભોજન કરો.

કચરો ભરેલી થાળી જોઈને સમ્રાટ ખૂબ જ ક્રોધિત થઈ ગયા, અને વિદ્વાન માણસ ને હજુ કંઈ જવાબ આપે તે પહેલાં જ વિદ્વાન માણસ પરિસ્થિતિને પારખી ગયા અને ઊભા થઈને તરત જ કહ્યું સમ્રાટ તમે તો સમર્થ પુરુષ છો તમને કોઈ પ્રકારનો દોષ નહીં લાગે આ ભોજન ગ્રહણ કરી લો. અને મારી પણ ઘણા વર્ષો જૂની ઈચ્છાઓ પૂરી થઈ જશે.

વિદ્વાન માણસની વાત સાંભળીને સમ્રાટ થોડા હતાશ થઈ ગયા અને તેને જવાબ આપ્યો કે આ તો મારાથી નહીં થાય. હજી વિદ્વાન માણસ કંઈ બોલે તે પહેલાં જ સમ્રાટ બધું સમજી ગયા અને તરત જ વિદ્વાન માણસ ના પગમાં પડી ગયા.

સમ્રાટ તરત જ સમજી ગયા કે આપણે આપણી પરિભાષાઓ સરખી કરી લેવી જોઇએ કારણ કે જેમ ભોજનમાં જે ખાઈએ છીએ તે જ ખાઈએ છીએ એ રીતે પત્ની બહેન અને માતા એ બધી સ્ત્રીઓ જ છે પરંતુ બધા પ્રત્યેનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કોમેન્ટમાં રેટિંગ પણ આપજો.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team