પેટની ચરબી ગાયબ કરી નાખશે આ નુસખો જો દરરોજ ઉપયોગ કરશો
આજકાલના આપણા ખોરાક અને અસ્તવ્યસ્ત જીવનને લઈને જોવા જઈએ તો દરેક લોકો કંઈક ને કંઈક બીમારીથી પીડાય છે. તેમાં આપણા ખોરાક ને લીધે આપણા શરીરમાં પણ ફેરફારો થાય છે. આથી શરીર પણ જાડુ બનતું જાય છે. પરંતુ આપણે આજે એક એવા ઉપાય વિશે જણાવવાના છીએ જેનાથી કમર તેમ જ પેટની ચરબી ઓગાળવામાં તમને મદદ મળશે.
પેટની ચરબી ઓગાળવામાં આમ તો જોવા જઈએ તો ઘણા નુસખા કામ લાગે છે પરંતુ આજનો આ નુસખો ઘરેલુ છે. અને તેને બનાવવામાં પણ વાર લાગતી નથી. ચાલો જાણીએ કઈ રીતે બને છે અને કામ કરે છે આ નુસખો.
સામગ્રી
1.5 ગ્લાસ પાણી
બે લીંબુની છાલ ( બારીક સમારેલી )
એક ચમચી આદુનો રસ
સામગ્રી તૈયાર કર્યા બાદ આને બનાવવા માટે બે લીંબુની છાલને નાના નાના ટુકડામાં સમારી લો અને દોઢ ગ્લાસ પાણીમાં ઉકાળવા માટે રાખી દો. જ્યારે દોઢ ગ્લાસ નું પાણી માત્ર એક ગ્લાસ જેટલું રહે ત્યારે ઉકાળવાનું બંધ કરી દો અને પછી ચાળણીની મદદથી ગળી લો. ગળી લીધા બાદ આ પ્રવાહીમાં એક ચમચી આદુનો રસ ભેળવી દો. બસ માત્ર આટલી પ્રક્રિયા કરવાથી આપણું આ મેજીક તૈયાર છે.