આ વર્ષે સ્ક્રીન પર આ 4 ફિલ્મ નું રહ્યું વર્ચસ્વ, ખાનને પણ પછાડી દીધા પાછળ

2018 વર્ષ બોલિવૂડ માટે કેવું નીવડ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે પ્રેક્ષકો હવે અભિનયને વધુ માંગવા લાગ્યા છે. કારણકે જેને ટોચની સેલિબ્રિટી ગણવામાં આવે છે તેની ફિલ્મો પણ આ વર્ષે ફ્લોપ થઈ ચૂકી છે તો આલિયા ભટ્ટ, આયુષ્માન ખુરાના વગેરે જેવા પાછલા થોડા વર્ષોમાં બોલિવૂડમાં એન્ટ્રી મારેલા યુવા અભિનેતાઓની ફિલ્મ ધમધોકાર ચાલી રહી છે.

એટલું જ નહીં આયુષમાનની આ વર્ષે અંધાધૂન અને બધાઈ હો સ્ક્રીન પર સફળ રહી. આનો શ્રેય ફિલ્મની સાથે તેની અભિનય કળા ને પણ એટલો જ છે. કારણકે આ વર્ષે લોકોએ ચહેરાની જગ્યાએ અભિનય વધુ પસંદ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જેમકે આલિયા ભટ્ટ ની રાઝિ પણ એવી ચાલી હતી.

આ વર્ષે આ બધી ફિલ્મો નું વર્ચસ્વ રહ્યું હતું, જ્યારે અમુક ફિલ્મ મા મોટા સેલિબ્રિટી હોવા છતાં આવી ફિલ્મો ફ્લૉપ નિવડી હતી. ચાલો જાણી કઈ ફિલ્મ આ વર્ષે સારું પ્રદર્શન કરી શકી હતી…

અંધાધૂન

2018 નું સર્વ શ્રેષ્ઠ ફિલ્મો માં ની એક ગણીએ તો પણ તેમાં આ ફિલ્મ નું નામ ચોક્કસ આવે. આયુષમાન ખુરાના દ્વારા અભિનીત આ ફિલ્મ મા એટલા બધા twist છે કે અમુક લોકોને આ ફિલ્મ સંપૂર્ણ પણે સમજાઈ રહી નથી. એટલું જ નહીં ઘણા લોકો કહે છે કે આ ફિલ્મનો બીજો ભાગ પણ આવશે કારણ કે આ ફિલ્મ અધુરી છે. હાલમાં પણ ઈન્ટરનેટ ફોરમ આ ફિલ્મના અંતને લઈને ઘણી ચર્ચાઓ થાય છે અને લોકો પોતાના મંતવ્યો રજૂ કરે છે. પરંતુ આ ફિલ્મ એ સૌના હૃદયમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. અને આયુષ્માન તેમજ તબુના અભિનયની પણ આ ફિલ્મમાં ભરપૂર પ્રશંસા થઈ છે.

બધાઈ હો

આયુષમાન ખુરાના ની આ ફિલ્મ લોકોમાં મનોરંજન પૂરું પાડ્યું હતું, સાથે સાથે એક સોશિયલ મેસેજ પણ આપ્યો હતો કે રૂઢિચુસ્ત સમાજમાં પણ અમુક વસ્તુઓ એવી છે જેના વિશે ખુલીને વાત થવી જોઈએ તેમજ આ ફિલ્મમાં કંઈક અંશે સમાજ નો ચહેરો પણ દર્શાવવામાં આવ્યો છે.

રાઝી

આલિયા ભટ્ટ કે આ ફિલ્મ કરીને પાછું એક વખત બધાને દેખાડી દીધું છે કે તેનામાં કેટલો અભિનય ભર્યો છે. આ એક સત્ય ઘટના પર આધારિત બનેલી ફિલ્મ છે જેમાં 20-21 વર્ષની છોકરીએ દેશ માટે કઈ હદે બલિદાન આપ્યું હતું અને તેની દેશ પ્રત્યેની લાગણી હતી તે દર્શાવે છે. આ ફિલ્મ જો ન જોઈ હોય તો હજુ પણ એમેઝોન prime માં જોવા મળશે. પરંતુ આ શ્રેષ્ઠ ફિલ્મોમાં ચોક્કસ સ્થાન મેળવશે એમાની છે. એટલું જ કહી શકાય કે જોવાનું ચૂકતા નહીં.

સ્ત્રી

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ પણ આ વર્ષે સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક રહી. આ ફિલ્મે પણ બધા અભિનેતાઓ અને અભિનેત્રીઓ ના અભિનયની સુંદર તસવીર દેખાડી હતી. એક રીતે જોવા જઈએ તો હોરર કોમેડી આ ફિલ્મ પણ લોકોના દિલ જીતી લીધા હતા.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team