ભારતમાં અમુક વસ્તુઓ તેમજ જીવ જંતુ અથવા જાનવરોને લઈને ઘણી બધી એવી માન્યતાઓ છે કે આ જાનવર સામો મળે તો લાભ થાય છે વગેરે વગેરે. આમ તો જોકે આખી દુનિયામાં અંધવિશ્વાસ રહેલો છે પરંતુ ભારતમાં આપણી જ વાત કરીએ તો આપણે આવી અલોકિક વસ્તુઓમાં વધુ માનીએ છીએ. આપણા ઘરમાં રહેતી ગરોળી ની વાત કરીએ તો આપણામાંથી ઘણા લોકો માનતા હશે કે ગરોળી જ્યારે આપણા શરીર ઉપર પડે ત્યારે લાભ થાય છે. પરંતુ હકીકતમાં આપણા શરીર ના કયા અંગ પર ગરોળી પડે છે તે પ્રમાણે શાસ્ત્રોમાં વિશેષમાં લખવામાં આવ્યું છે.
જોકે અમુક વિષય માત્ર અને માત્ર માણસ ની દ્રષ્ટિએ જોવા જેવા હોય છે. જેમ કે અમુક લોકો આવી વસ્તુઓ માં માનતા હોય છે તો આપણામાંથી જ અમુક લોકો આવી વસ્તુઓ માં માનતા હોતા નથી. આથી માન્યતા એ દરેકની પોતાના વિચાર પ્રમાણે હોય છે.
આ સિવાય ઘણા વિદ્વાનોએ પણ ગરોળી ના શરીર ઉપર પડવાથી ક્યા ક્યા પ્રભાવ પડે છે તે જણાવ્યું છે, અને મોટાભાગે નું માનવું છે કે ગરોળી અમુક અંગ પર ફાયદાકારક છે તો અમુક અંગ પર પડવાથી દુષ્પ્રભાવ શરૂ થઈ જાય છે. ચાલો જાણીએ વધુ…
જો નાક પર પડે તો
જો ગરોળી નાક પર પડે તો તમને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. ઘરમાં તરક્કી ના દરવાજાઓ ખુલે છે તેમજ ખુશીઓ વધે છે. આથી નાક પર પડે તો આવા પ્રભાવ પડી શકે છે.
જો જમણા પગ પર પડે તો
એવું કહેવાય છે કે જો ગરોળી જમણા પગ પર અને ખાસ કરીને સાથળ પર પડે તો ઘરમાં પૈસાનો નુકસાન થવાના સંકેત વધી જાય છે. પરંતુ એવું મનાય છે કે સાથળ પર પડ્યા બાદ જો ભગવાનની શ્રદ્ધા થી પૂજા કરવામાં આવે અને આપણા શરીર પર તુરંત ગંગાજળ છાંટી દઈએ તો આપણી ધનને અર્જિત કરવાની મહેનત બેકાર જતી નથી.
જો માથા પર પડે તો
જો ગરોળી આપણા માથા પર પડે તો તમને રાજ લાભ થાય છે. એટલે કે જો તમે રાજનીતિ સાથે સંકળાયેલા હોવ તો તમને સારી ખબર મળી શકે છે.
જો ડોકમાં પડે તો
એવું મનાય છે કે જો ગરોળી આપણી ગરદન એટલે કે ડોક પર પડે તો આપણા ઘરમાં જશ વધે છે અને બીજા પણ ઘણા લાભ પ્રાપ્ત થઈ શકે છે. આથી જો ગરદન પર પડે તો તે ફાયદાકારક છે.
જો નાભિ પર પડે તો
જો નાભિ પર પડે તો કહેવાય છે કે જે લોકોને પુત્રની ઈચ્છા હોય તેવા દંપતીને એક પુત્રની પ્રાપ્તિ થાય છે. ગરોળી પડ્યા બાદ ઘરના મંદિરમાં જઈને આશીર્વાદ લેવા જરૂરી છે.
જો કમરમાં પડે તો
જો ગરોળી આપણી કમર એટલે કે પીઠ પર પડે તો એવું મનાય છે કે તમારા અંદર કોઈ રોગને વધવાનો ભય રહે છે, અને જો તમને કોઈ પણ રોગ હોય તો તે ઠીક થવાનો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આથી એ રોગ ઠીક થઈ શકે પણ છે.
એક વખત ફરી જણાવી દઈએ કે અંતે બધું માન્યતા પર આધાર રાખે છે. કારણકે ઘણા લોકો નાની-નાની વાતને પણ સંકેત તરીકે માનતા હોય છે, જ્યારે ઘણા લોકો પર કંઇ અસર થતી હોતી નથી.