ઘરડા દાદીએ કહ્યું વહુ તો પાગલ થઈ ગઈ છે મને દરરોજ દુધી ખવડાવે છે આજે તો હું…

એક ઘરડા દાદી રસ્તા ઉપર બોલતા બોલતા જઈ રહ્યા હતા કે વહુ પાગલ થઈ ગઈ છે… ઉંમર મારી વધી ગઈ છે અને તે પોતે… દરરોજ દુધી, મગની દાળ વગેરે વગેરે કોને ભાવે?

આજે તો ગમે તે થાય હું મારી પસંદની શાકભાજી લઈને જ રહીશ. પંજાબી શાક, મટર પનીર, કોબીજ બટેટા વગેરે શાક ખાધા ને તો જાણે વર્ષો વીતી ગયા હોય તેવું લાગી રહ્યું છે…

મોઢા નો સ્વાદ બગાડી નાખ્યો છે. જ્યારે આ બ્લડ પ્રેસર, ડાયાબિટીસ અને અપચો પણ પીછો છોડવાનું નામ નથી લેતો.

આવી રીતે દાદી બોલતા બોલતા માર્કેટ તરફ જઈ રહ્યા હતા એવામાં સામેથી તેનો દીકરો અને તેનો પૌત્ર તેની પત્ની સાથે આવી રહ્યા હતા, બપોરે જમવાનો ટાઈમ હોવાથી આ લોકો ઓફિસથી પાછા ફરી રહ્યા હતા.

એવામાં તેના દીકરા નું ધ્યાન પોતાના તરફ પડ્યું એટલે તરત તેના દીકરા દાદી ને પૂછ્યું કે તમે આવા સમયે ક્યાં જાઓ છો? શું તમે ફરવા જાઓ છો? અને જો ફરવા જતાં હોય તો પણ આ રસ્તો તો બગીચા તરફ જતો નથી.

એટલે દાદીએ જવાબ આપતા કહ્યું કે બગીચામાં નહીં હું તો શાકભાજી લેવા માટે માર્કેટમાં જઈ રહી છું.

એટલે તેમના દીકરાએ જવાબ આપ્યો કે તમે શું કામ જઇ રહ્યા છો? રમા ક્યાં છે શું તે શાકભાજી લેવા નથી ગઈ? અચ્છા એક કામ કરો લાવો મને જણાવી દો તમારે શું લેવું છે હું તમને લઈ આપું છું.

દાદીએ કહ્યું કે રહેવા દે તું પણ રામા કહે તેજ લાવીશ દૂધી. મગની દાળ વગેરે. એના કરતાં મારે મારી પસંદગીનું લેવું છે એટલે હું જ લઈ આવું છું.

તેના દીકરાએ કહ્યું પણ મમ્મી તમને તો ખબર છે કે… તેની વાત કાપીને દાદી એ જવાબ આપ્યો કે બસ હવે તું ઘરે જા હું જાઉં છું માર્કેટમાં. આથી તેના દીકરા એ સ્થિતિને પારખીને તેના દીકરા વહુ બંને ને ઘરે જવાનું કહ્યું અને તેની માતાને કહ્યું કે અચ્છા તમને જે પસંદ હોય તે લઈ લો પરંતુ હું તમારી સાથે આવીશ.

દાદી એ કહ્યુ કે એક શરત એ તું મારી સાથે આવી શકે છે. હું જે પણ કંઈ શાકભાજીની ખરીદી કરું તેમાં તું વચ્ચે બોલતો નહિ અને મને કોઈ જાતની મનાઈ કરતો નહીં. અને આ બધી શાકભાજી ના પૈસા પણ હું આપીશ. તુજે મને દર મહિને પૈસા આપે છે ખર્ચા માટે તેમાંથી ઘણા ભેગા થયા છે મારે, અને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો હજુ તો હું તમને જાણ કરું તે પહેલાં જ તમે લઈને મારી સામે રજૂ કરી દો છો.

આથી તેના દીકરા એ થોડું હસીને કહ્યું ઠીક છે હું તમારી સાથે આવું છું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts