ઘરડા દાદીએ કહ્યું વહુ તો પાગલ થઈ ગઈ છે મને દરરોજ દુધી ખવડાવે છે આજે તો હું…
શાકમાર્કેટમાં પહોંચ્યા તો દાદીએ કોબીચ, બટાટા, પનીર, વટાણા વગેરે ઘણા શાક-ભાજી લીધા અને પછી તેના દીકરાને કહ્યું કે તારી પણ કોઈ પસંદગીનું શાક હોય તો લઈ લે.
તેના દીકરા એ દૂધી લેવડાવી.
બંને શાકભાજી ખરીદી કરીને ઘરે આવ્યા અને શાકભાજી રસોડામાં આપ્યું અને શાક બનાવવાનું કહ્યું, બંને સાસુ વહુએ ભેગા મળીને દાદી તેમ જ બધા માટે તે શાક બનાવ્યું અને થોડા જ સમયમાં બધું તૈયાર કરીને ટેબલ ઉપર ગોઠવી દીધું.
બધા લોકો ડાઈનીંગ ટેબલ ઉપર દાદીના જમવાની શરૂઆત કરે તેની રાહ જોઇ રહ્યા હતા એવામાં દાદીએ કહ્યું કે રમા, મારા માટે દૂધી અને મગની દાળ બનાવી છે તે આપી દો.
એટલે બધા એકબીજા સામે જોવા લાગ્યા કે આટલું બધું શાક બનાવ્યું તો દાદીએ દૂધી અને મગની દાળ કેમ માંગી?
હાથી દાદી હસીને કહ્યું કે શું તમે બધા મારી સામે જોઈ રહ્યા છો? હું મારા માટે આ બધું શાક લેવા માંગતી નહોતી પરંતુ હું બીમાર છું અને મારા માટે દૂધી અને મગદાળ બને છે તો એનો મતલબ એવો નથી કે તમે બધા પણ મારા કારણે એવું જ જમવાનું ખાઓ. આથી હું માર્કેટમાં જઈને બધા ને ભાવે તે માટે આવા શાકભાજી લઈને આવી.
અને હું બધું જ જાણું છું કે મારા માટે કયો ખોરાક પૌષ્ટિક છે, અને હું પણ એ જ ખોરાક ખાવા માંગું છું પરંતુ મારા કારણે તમે લોકો શું કામ તમારો સ્વાદ બગાડો છો આથી કોઈ દિવસ થોડું ચટપટું પણ ખાવું જોઈએ.
અને હા તમે બધા ખાવો પીવો સ્વસ્થ રહો એ જ હું ઇચ્છું છું. આટલું બોલીને દાદી એ જમવાનું શરૂ કરી દીધું.
બધા લોકો એકબીજા સામે જોઈને મરકમરક હસી રહ્યા હતા, અને પછી દરેક લોકોએ ચટપટા સ્વાદની મજા માણી. આખરે પરિવાર એ જ હોય છે જેમાં પોતાના પહેલા પોતાના લોકોની લાગણી સમજવી અને એકબીજા નો ખ્યાલ રાખવો.
જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો આ લેખને દરેક લોકો સુધી પહોંચાડવા માટે અને શેર કરજો.