પેટના સોજાને ગણતરીના દિવસોમાં ખત્મ કરે છે આ ઘરેલુ નુસખો
ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે કોઈને આંતરડામાં અથવા પેટમાં સોજો આવી ગયો. પેટમાં જ્યારે ઇન્ફેકશન થાય ત્યારે સોજો, પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓ રહી શકે છે. અને તેના જ કારણે ઘણી બધી બીમારીઓનો પણ સામનો કરવો પડે છે. પરંતુ ઘણી વખત આ ના છુટકારો મેળવવા માટે ની દવા થી ખાસ ફેર પડતો નથી આ સિવાય આ દવાઓને કારણે ઘણી વખત કિડનીમાં પણ અસર થાય છે. એવામાં જો તમે થોડા ઘરેલૂ ઉપાય કરો તો પેટના સોજા થી રાહત મળી શકે છે. આજે આપણે આવા ઉપાય વિશે વાત કરવાના છીએ.
લવિંગ નું શાસ્ત્રોમાં ઘણું મહત્વ છે, તેમજ સ્વાસ્થ્યને લઈને પણ લવિંગના ઘણા ફાયદાઓ છે. પેટ ના સોજા માટે લવિંગના ગરમ પાણી પીવા ની ટેવ પાડવી જોઈએ. અથવા બે ત્રણ લવિંગ દરરોજના ખાઈ શકાય છે પરંતુ આનું સેવન નિયમિત પણે કરવું જોઈએ.
રોજનું ખાલી પેટ 2 થી 3 કાચી લસણ ની કડીઓ નું સેવન કરવામાં આવે તો તેનાથી પણ રાહત મળી શકે છે. આ સિવાય ભોજન રાંધતી વખતે પણ લસણનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પેટમાં સોજો અને ઇન્ફેક્શન દૂર કરવા માટે લીમડો પણ શ્રેષ્ઠ ઉપાય મનાય છે. આના માટે લીમડાના પાંચ પાનને દિવસમાં એક વખત ખાવા જોઈએ જેથી શરીરની ગંદકી યુરિન વાટે બહાર નીકળી જાય છે.
આ સિવાય તમે જવના પાણીનું પણ સેવન કરી શકો છો. એનું પાણી બનાવવા માટે એક કપ પાણીમાં જવ ઉકાળીને તેમાં નાનકડું લીંબુ નિચોવીને દિવસમાં ૨ વખત પી શકાય છે.