પેટના સોજાને ગણતરીના દિવસોમાં ખત્મ કરે છે આ ઘરેલુ નુસખો
આ સિવાય પણ અમુક તકેદારી રાખવી જોઈએ. આના થતા પહેલા જ કેર કરવી જોઈએ.
પેટનો સોજો શું કામ થાય છે તેના કારણો ઘણાં હોઇ શકે છે. પરંતુ મોટાભાગે વાત કરીએ તો તે ફૂડની એલર્જીને કારણે થઈ શકે છે, આ સિવાય વધારે પડેલો આહાર તેમજ ફાસ્ટ ફૂડ વગેરે ખાવાથી દુરી રાખવી જોઈએ કારણ કે આ બધી વસ્તુઓ food એલર્જીનું કારણ બની શકે છે.
ઘણી વખત ચાવી ચાવીને જમવાની ટેવ ના હોય તો પણ પેટમાં ઇન્ફેક્શન તેમજ સોજાની સમસ્યા થઈ શકે છે આથી હંમેશા ચાવી ચાવીને ખાવાનું ખાવું જોઈએ જેથી પાચન પણ શરૂ થશે અને સમસ્યા પણ રહેતી નથી.
તદુપરાંત જ્યારે પેટનો સોજો થાય ત્યારે કાર્બોનેટેડ ડ્રિંકનુ સેવન ખતરનાક સાબિત થઈ શકે છે. એની જગ્યા પર આપણે લીંબુ પાણીનું સેવન કરી શકીએ છીએ, ઉપરાંત ગ્રીન ટી તેમજ પીપરમીન્ટ ટી નો પણ ઉપયોગ કરી શકાય છે. આ સિવાય શુગર યુક્ત આહાર લેવાનું ટાળવું જોઈએ. અને ડોક્ટરો અનુસાર ડાયટ ફોલો કરવું જોઈએ.