રાત્રે સુતા પહેલા પીઓ ગોળ સાથે દૂધ, પછી જુઓ કમાલ
આપણામાંથી મોટા ભાગના લોકો કાયમ ધંધા નોકરી વગેરેમાં વ્યસ્ત રહેવાવાળા લોકો હશે, કારણ કે આજના જમાનામાં આપણા માટે એટલા વ્યસ્ત શિડ્યૂઅલ થઈ ગયા છે કે આપણે ક્યારેક ક્યારેક જમવા માટે તો ક્યારેક પરિવારને પણ સમય આપી શકતા નથી,એવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ આપણા માટે કઠિન કાર્ય બની જાય છે. અને પરિણામરૂપે ઘણી વખત આપણે રોગનો સામનો કરવો પડે છે. પરંતુ જણાવી દઈએ કે અમુક આપણા ઘરની ચીજવસ્તુઓ જેને આપણે દરરોજ ઉપયોગ કરતા આવ્યા છીએ તે પણ ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેમકે દૂધ અને ગોળ, ગોડ એ એક પ્રકારનો નેચરલ સ્વીટનર છે. જેના દૂધમાં ભેળવીને ખાવાથી શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે. ચાલો જાણીએ તે ફાયદાઓ વિશે
ગોળ ખાવાથી પાચન ક્રિયા ઠીક થઈ જાય છે. કારણ કે આનાથી આસાનીથી ખોરાક પચાવવાનું શરૂ થઈ જાય છે. આ સિવાય પેટમાં ગેસની સમસ્યા રહેતી હોય તો તે પણ ઠીક થઇ જાય છે અને ઘણા લોકોને પેટમાં દુખાવાની સમસ્યા પણ રહેતી હોય છે એવામાં રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં નાનકડો ગોળનો ટુકડો મિક્સ કરીને તેનું સેવન કરી લેવું જોઈએ.
આજકાલ ધીમે-ધીમે ઘણા લોકોને અસ્થમા જોવા મળે છે અને આનું કારણ આજ નું પ્રદુષણ ઉધરસ, એલર્જી કફ વગેરે હોઈ શકે છે. આથી શરીરમાંથી કફ ને કાઢવો ખૂબ જરૂરી છે. જો દરરોજ સૂતા પહેલા ઉપર જણાવ્યા મુજબ આનુ સેવન કરવામાં આવે તો ફાયદો મળી શકે છે.
આજકાલ દરેક ઘરમાં કોઈને કોઈને સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે અને ખાસ કરીને શિયાળામાં આ તકલીફ ખૂબ વધી જતી હોય છે. આવા વખતે જો નિયમિત પણે દૂધ અને ગોળનું સેવન કરવામાં આવે તો સાંધામાં ખૂબ રાહત મળે છે. કારણ કે તેમાં કેલ્શિયમ વિટામિન ડી આયર્ન વગેરે રહેલા તત્વો સાંધાની મજબૂતી પહોંચાડે છે. અને આની સાથે નાનકડો એક આદુ પણ ખાઈ શકાય છે.