હાથ ની રેખા ખોલે છે ઘણા છુપાયેલા રહસ્યો, જાણો કેવું હશે તમારું લગ્નજીવન

લગ્ન એક એવો નિર્ણય છે જે કોઈપણ માણસ સમજી વિચારીને લેવો પડે છે. અને જો સમજી વિચારીને ન લેવામાં આવે તો આ નિર્ણયના પરિણામ રૂપે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અને લગ્ન પછી બંને પાત્રમાં બદલાવ આવે છે, પરંતુ લગ્ન પહેલા કોઈ કહી નથી શકતો કે લગ્ન પછી ક્યા પાત્ર માં કેટલો બદલાવ આવે. અને ઘણા લગ્નજીવન આ બદલાવ ન સહન કરી શકવાને કારણે અનેક સમસ્યાઓ ઊભી થાય છે., જે અંતે મોટી સમસ્યાનું રૂપ લઈ લેતો સંબંધમાં તિરાડ પડી શકે છે.

આવા સંજોગોમાં દરેક લોકોને જાણવાની ઈચ્છા હોય છે કે પોતાનું લગ્નજીવન કેવું હશે. આમ જોવા જઈએ તો કોઈનો જાણી શકે કે પોતાનું લગ્નજીવન કેવું હશે પરંતુ અમુક શાસ્ત્ર પ્રમાણે હાથ ની રેખા જોઇને અંદાજો જરુર લગાવી શકાય કે આપણું લગ્નજીવન કેવું હશે અને તમારા જીવનની લવ લાઈફ વિશે પણ અમુક રહસ્યો આ રેખા ખોલે છે.

આપણે દરેકે હાથમાં રેખાઓ વિશે જાણ્યું હશે, અને ઘણા લોકોને ખબર પણ હશે કે કઈ રેખાને અને શેની લાઈન કહેવામાં આવે છે. પરંતુ જો ન ખબર હોય તો જણાવી દઈએ કે અંગુઠા ની બાજુમાં રહેલી પેલી આંગળી અથવા મોટી આંગળી થી લઈને કનિષ્ઠિકા એટલે કે સૌથી નાની આંગળી સુધી જે રેખા જાય છે તે હ્રદય રેખા છે. અને નાની આંગળી ની બીલકુલ નીચે જે રેખા છે તેને લગ્ન રેખા કહે છે, જે કોઈ માં 1 તો કોઈ માં 2 જોવા મળે છે.

આ રેખા પરથી પામિસ્ટ્રી અનુસાર તમારા લગ્ન જીવન વિશે જાણી શકાય છે…

ડાબા હાથમાં બે લગ્ન લાઈન નું હોવું એ સંકેત છે કે તમને સારો અને પ્રેમ કરવાવાળો પાર્ટનર મળશે. કારણ કે આવી રેખા વાળા લોકોને કેરિંગ અને પ્રેમ કરવાવાળા પાર્ટનર મળે છે.

જો તમારી લગ્ન લાઈન લાંબી હોય તો એટલે કે રિંગ ફિંગર સુધી જતી હોય તો આ તમારા પાર્ટનરની લાંબી ઉંમર હોવાનો સંકેત છે.

તમારા અને તમારા પાર્ટનરમાં જો એક જેવી જ રેખા હોય તો તેનો મતલબ છે કે તમારી બંને વચ્ચે તાલમેલ એકદમ વ્યવસ્થિત રહેશે. અને તમારો સંબંધ સમજદારીની સાથે આગળ વધશે.

જો તમારા હાથમાં એકથી વધુ રેખા હોય તો આ બે લગ્નનો સંકેત હોઈ શકે છે, અથવા અફેરની બાજુ પણ ઈશારો કરે છે.

વિવાહ ની રેખામાં છેલ્લા ભાગમાં જો સાપની જીભની જેમ બે ભાગ પડેલા હોય તો આ તમારા સંબંધમાં મતભેદ હોવાનો સંકેત છે.

જો તમારા લગ્ન લાઈનમાં શરૂઆતમાં બે ભાગો એટલે કે જો એમાંથી બે લાઈન નીકળતી હોય તો આ લગ્ન તૂટવાનો સંકેત હોઈ શકે છે. એ જ રીતે જ્યારે કોઈ સ્ત્રીના હાથમાં લગ્ન લાઈનમાં આઇલેન્ડ નું નિશાન હોય તો તેને પોતાના પાર્ટનર તરફથી દગો મળી શકે છે. આ સિવાય એ પણ સંકેત હોઈ શકે છે કે તેના પાર્ટનરની હંમેશા ખરાબ રહેતી હોય.

આ સિવાય જો ડાબા હાથ મા એક અને જમણા હાથમાં બે રેખા હોય તો પત્ની એટલું ધ્યાન આપતી નથી. અને સ્ત્રીઓ માટે બિલકુલ આનાથી ઉલટું એટલે કે તેને આવું હોય તો પતિ તરફથી ખૂબ વધારે પ્રેમ મળે છે.

Read more

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team

૧૦ વર્ષ સુધી એક જ શર્ટ કેમ પહેરતો હતો આ પિતા? જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે!

દામજીભાઈના હાથમાં રહેલી ચાની કીટલીનું વજન આજે કંઈક વધારે લાગતું હતું. સવારના પાંચ વાગ્યા હતા અને હજુ અંધારું હતું. રસોડાના લાકડાના ટેબલ પર એક ખૂણો થોડો

By Just Gujju Things Team