દરેક માણસની જીંદગી કેવી હોય છે, આ વાંચશો એટલે સમજી જશો
જિંદગી ને સમજાવતી આ એક વાર્તા કાલ્પનિક હશે પરંતુ આમ વિચારવા જઈએ તો સાચી પણ છે. ભગવાને માણસને કઈ રીત ની જીંદગી આપી છે અને કઈ રીતે જીવી રહ્યો છે તે પ્રમાણેનો મર્મ સમજાવતા એક અનોખી વાર્તા છે, લગભગ તમે વાંચી નહીં હોય.
એક વખત ભગવાને કૂતરાને બનાવ્યો અને કહ્યું તારે આખો દિવસ તારા ઘરના દરવાજે બેસવાનું છે. અને જે કોઈ ત્યાંથી નીકળે કે પસાર થાય તેની તરફ જોઇને ભસવાનું છે, અને હું તને 20 વર્ષની જિંદગી આપું છું.
આથી કૂતરાએ આટલું સાંભળીને કહ્યું કે 20 વર્ષ સુધી હું હસતો રહીશ તે ખરેખર લાંબો સમય છે. મારી એક આજ્ઞા છે કે તમે માત્ર મને દસ વર્ષ આપો અને હું તમને મારી જિંદગી ના બીજા દસ વર્ષ આપી દઈશ.
આથી ભગવાન આ વાત સાંભળીને સહમત થઈ ગયા અને તેને દસ વર્ષનું જીવન આપ્યું.
પછી ભગવાને એક વાંદરો બનાવ્યો અને કહ્યું કે તારે બધા માણસોને મનોરંજન પૂરું પાડવાનું છે, કંઈપણ ખેલકૂદ કે કાંઈ કીમિયો અજમાવીને તારે તેઓને હસાવવાના છે. અને આના માટે હું તને 20 વર્ષનું જીવન આપું છું.
આટલું સાંભળીને વાંદરાએ કહ્યું કે મારે 20 વર્ષ સુધી લોકો ને મનોરંજન પૂરું પાડવાનું? આ ખરેખર બહુ વધારે લાંબો સમય છે, મને માત્ર દસ વર્ષ જ આપો અને બાકીના દસ વર્ષ તમે લઈ લો.
આ સાંભળીને પણ ભગવાન સહમત થઈ ગયા
પછી ભગવાને ગાયને બનાવી અને કહ્યું કે તારે ખેડૂત સાથે આખા દિવસમાં ખેતરમાં જઈને સૂર્યનો પ્રચંડ તાપ સહન કરીને મહેનત કરીને ખેડૂતના પરિવાર ને દૂધ આપવાનું છે. અને આના માટે હું તને 60 વર્ષની જિંદગી આપું છું.