જેઓને ડાયાબિટીસ હોય તેના માટે ખૂબ જ લાભદાયી છે આ ત્રણ પ્રકારની ચા, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર
મધુમેહ એટલે કે ડાયાબિટીસ થી લગભગ બધા લોકો જાણીતા હશે, આ એક એવી બીમારી છે જેમાં લાંબા સમય સુધી બ્લડમાં સુગરનું લેવલ વધેલું રહે છે જેના કારણે બીજી ઘણી તકલીફ દર્દીઓના થઈ શકે છે જેમ કે વારંવાર ટોયલેટ જવાનું તરસ ભૂખ વધારે પહેલા કરતા વધુ લાગવી. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અનુસાર ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં શરીરમાં પર્યાપ્ત ઇન્સ્યુલિનનું ઉત્પાદન નથી થઈ શકતું અને જો આવું વધારે સમય સુધી થાય તો દર્દીના બીજી બીમારીઓ થવાની પણ સંભાવના રહે છે.
આ બીમારીમાં દર્દીઓને પોતાના ખાવા-પીવા ઉપર પહેલા કરતા પણ વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે. જો એવું ન કરે તો દર્દીનું સુગર લેવલ ખૂબ વધી શકે છે અને આ બીમારી ક્યારેક-ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે.