જેઓને ડાયાબિટીસ હોય તેના માટે ખૂબ જ લાભદાયી છે આ ત્રણ પ્રકારની ચા, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર
આયુર્વેદ વિશેષજ્ઞ અનુસાર ડાયાબિટીસમાં બ્લડ શુગરનું લેવલ કાબૂમાં રાખવું ખુબ જ જરૂરી છે. કેમકે લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધવાના કારણે ભયાનક બીમારીઓ જેમ કે કિડની ખરાબ થવી, હાર્ટએટેક, સ્ટ્રોક થવાનું જોખમ વધી જાય છે. અહીં તમને જણાવીશું ઘણી હર્બલ ચા વિશે જે તમારા બ્લડ શુગરના લેવલને કંટ્રોલમાં રાખી શકે.
ગોળની ચા
ડાયાબિટીસના દર્દીઓને ગોળ ની ચા પણ પીવી જોઈએ. એમાં પોલિફેનોલ્સ, ઇંથોસાયનીન અને એન્ટી ઓક્સિડેન્ટ જેવા તત્વો રહેલા છે, જે આપણા શરીરના સોજા ને ઘટાડવામાં મદદ કરે છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, ગોળની ચા પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રાખી શકીએ છીએ પરંતુ આપણું ઇન્સ્યુલિન હોર્મોન્સનું બેલેન્સ પણ સારું રહે છે.
તજની ચા
ઘણા લોકો ના રસોડામાં ખોરાકના સ્વાદ ને વધારવા માટે તજ નો ઉપયોગ સામાન્ય રીતે થતો જ હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બ્લડ શુગર લેવલને કંટ્રોલ રાખવામાં પણ તજ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિયમિત રીતે તજ ની ચા પીવાથી ડાયાબિટીસનું જોખમ પણ ઓછું રહે છે,અને આપણું હૃદય પણ સ્વસ્થ રહે છે.
બ્લેક ટી
બ્લેક ટી આપણી તબિયત માટે ખૂબ લાભદાયક છે,જે છોડમાંથી આ કાળી ચા નું ઉત્પાદન થાય છે,તેમાં થેપ્લેવિંન્સ અને થેરુંબિગીનસ ની સાથે ઘણા પોષક તત્વો જોવા મળે છે. એમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ રહેલા છે. જે આપણા બ્લડ સુગરના લેવલને કંટ્રોલમાં રાખવા મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ દિવસમાં બેથી ત્રણ વાર બ્લેક ટી પી શકે છે.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.