જમ્મુ-કાશ્મીરમાં થયેલા IED વિસ્ફોટમાં ઉત્તરાખંડના મેજર શહીદ, ૧૮ દિવસ પછી થવાના હતા લગ્ન…

ગુરુવારે પુલવામામાં થયેલા હુમલામાં 40 થી પણ વધુ જવાન શહીદ થયા છે. અને આખો દેશ આ દુઃખ હજી ભૂલી શકી નથી, અને ભુલવા માંગતો પણ નથી. તેમજ લોકોમાં અત્યારે બદલાની ભાવના આક્રોશથી વધી રહી છે.

એવામાં ઉતરાખંડ ના રહેવાસી મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં તૈનાત થયેલા મેજર ચિત્રેશ બિષ્ટ રાજૌરી ના નૌસેરા સેકટરમાં LOC પાસે તપાસ માટે જઈ રહ્યા હતા. ત્યારે ત્યાં લગાવેલા IED ને ડિફ્યુઝ કરતી વખતે વિસ્ફોટ થઇ ગયો હતો. જેમાં તેઓ શહીદ થઈ ગયા હતા.

મેજર ચિત્રેશ બિષ્ટ ઉત્તરાખંડના નિવાસી હતા. તે શહીદ થયા પછી તેને શહાદત પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી સહિત ઘણી હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું હતું.

મેજર ચિત્રેશ બિષ્ટ ના પિતા રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેકટર છે. અને સૌથી દુઃખની વાત એ છે કે મેજર ના લગ્ન 7 માર્ચે થવાના હતા, જેના માટે કંકોત્રી પણ છપાઈ ગઈ હતી.

જ્યારે મેજર ના પિતા બપોરે લગ્નના કાર્ડ વહેંચવા ગયા હતા. એવામાં સાંજે મેજર ના દોસ્ત નો ફોન આવ્યો એટલે પરિજનોને મેજર ની શહાદત ના સમાચાર મળ્યા હતા. તેઓ હાલમાં જ 3 ફેબ્રુઆરીએ રજા પરથી ડ્યુટી પર પાછા ગયા હતા. આના પહેલા તેઓ ટ્રેનિંગ માટે ગયા હતા. મેજર ના પિતાએ જણાવ્યું હતું કે તેઓ 28 ફેબ્રુઆરીએ રજા લઈને પાછા ઘરે આવવાના હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts