દરરોજ નિયમીત પણે કાચું પનીર ખાઓ, પછી જે થશે તે જાણી ચોંકી જશો!
પંજાબી શાક હોય તો વેજ ની જગ્યા પર પનીર ખાવું એ દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ આપણે અત્યારે કાચા પનીર ની વાત કરવાના છીએ. કાચું પનિર પણ ઘણા લોકોને પસંદ હોય છે. અને આપ અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે. અને લગભગ ઘણા લોકો અજાણ હશે કે પનીર ખાવાથી પણ ઘણી બીમારીઓ ઠીક કરી શકાય છે. ઘણી વખત આપણને સજેસ્ટ કરેલા ડાયટમાં પણ પનીર નો સમાવેશ હોય જ છે. કારણ કે પ્રોટીન થી માંડીને ઘણા ભરપૂર ફાયદાકારક તત્વો પનીરમાં રહેલા છે જે શરીરમાં શુગર કંટ્રોલમાં રાખે છે, આ સિવાય માનસિક તણાવ પણ દૂર કરે છે. અને આ સિવાય પણ તેના ઘણા ફાયદાઓ છે ચાલો જાણીએ તે ફાયદાઓ વિશે
આપણને દરેકને પ્રશ્ન થશે કે પનીરનું સેવન ત્યારે કરવું જોઈએ? આવી જઈએ કે નાસ્તો અને લંચ કરતા પહેલા અંદાજિત એક કલાક પહેલા આનું સેવન કરી લો. આનાથી તમે આખા દિવસમાં જો વધુ ખવાઈ જતું હોય તો તેનાથી બચી જશો. આ સિવાય કસરત કર્યા પછી પણ થોડા કલાકો પછી પનીરનું સેવન ફાયદાકારક છે. રાત્રિના સુતા ના એક કલાક પહેલા પણ પનીરનું સેવન કરી શકાય. કારણકે સૂતી વખતે શરીરને ખાવાનું પચાવવા માટે પ્રોટીનની સૌથી વધારે જરૂર હોય છે અને એ કંઈ જણાવવાની જરૂર નથી કે પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે.
ઘણી વખત આપણે ડોક્ટર પાસેથી યોગ્ય ડાયેટ માટે સલાહ માંગતા હોય ત્યારે તેઓ પણ આપણને પનીર ખાવાનું સજેસ્ટ કરે છે. આનું કારણ એ છે કે તમે ગમે તેટલું ડાયેટ કરો પરંતુ શરીરમાં પ્રોટીનની ખામી ન થવી જોઈએ, અને સાથે સાથે શરીરને યોગ્ય પ્રોટીન મળવું જોઈએ. અને પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોવાથી આ લગભગ ડાયેટમાં સામેલ કરાતું હોય છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે
પનીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાથી જો દરરોજ સેવન કરવામાં આવે તો હાડકા મજબૂત બને છે. સાથે-સાથે સાંધાના દુખાવામાં પણ આરામ મળે છે. આથી જે લોકોને શરીરમાં કેલ્શિયમ ની ખામી હોય તે લોકોએ પણ ડોક્ટરની સલાહ લઈને આનું સેવન કરવું જોઈએ. આ સાથે દાંત માટે પણ તે ફાયદાકારક છે. દાંત ને મજબુત બનાવે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ કાચું પનીરનું સેવન કરવાથી કેન્સરના ખતરા પણ અમુક હદ સુધી ઓછા થઈ જાય છે કારણ કે દરરોજ નિયમિત પણે સેવન કરવાથી શરીરમાં કેન્સર સેલ ની વૃધ્ધી રોકાઈ જાય છે, જેનાથી તમે આ ખતરાથી બચી શકો છો.
પનીર માં પ્રોટીનની સાથે બીજા ઘણા પોષક તત્વો મળી આવે છે તેના કારણે આનું દરરોજ નિયમિત પણે સેવન કરવાથી શરીરમાં જો કમજોરી હોય તો તે દૂર થાય છે. અને માંસપેશીઓ સ્થિર રહે છે.