મોટી સમસ્યાઓને ચપટી વગાડતા દૂર કરે છે આ નાની વસ્તુ
કાળા મરીનો ઉપયોગ આપણામાંથી દરેક લોકો મસાલામાં કરતા હશે. કારણ કે આનો ઉપયોગ કરવાથી ખાવાનું સ્વાદિષ્ટ બને છે પરંતુ સાથે સાથે અને સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ મળે છે. અને આનાથી ઘણી સમસ્યાઓને દુર કરી શકાય છે. આને તીખા પણ કહેવામાં આવે છે, જેનું ચપટી માત્રામાં સેવન કરવામાં આવે તો પણ ઘણી બીમારીઓ દુર થાય છે. આજે આપણે તેના ફાયદા વીશે જણાવાના છીએ.
પેટ ની સાથે જૉડાયેલ રોગ માં જો વહેલું ધ્યાન ન આપવામાં આવે તો તે વધી શકે છે. કારણ કે ઘણા રોગનું મુળ પેટમાં થી શરુ થાય છે. પેટ સંબંધિત બીમારીઓને દુર કરવા માટે ૧ ગ્રામ તીખા પાવડર નો નીંબુ અને આદુ ના રસ માં મીક્ષ કરીને પી જાઓ. જેનાથી આમાં રાહત મળે છે.
કાળીમરી નું નિયમીતપણે સેવન કરવાથી આંખની રોશની પણ તેજ કરી શકાય છે આના માટે તમારે દરરોજ કાળીમરી સાથે ઘી અને મધ ભેળવીને સેવન કરવું જોઈએ.
શિયાળા માં પણ આનો ઉપયોગ થઈ શકે છે જેથી શરીર ગરમ રહે છે, કફ અને છાતી ના દુખાવામાં પણ રાહત પણ મળે છે. આના માટે આનો ઉપયોગ ચા કે દુધ માં ભેળવીને પી શકાય છે. સાથે સાથે શરીર ને ઉર્જા પણ મળે છે.
તીખા ની તાસીર ગરમ હોવાથી આ શરીર ની પ્રતિરોધક ક્ષમતા ને પણ વધારે છે.
ઘણા લોકોને નાક માંથી રક્ત સ્ત્રાવ થતો હોય છે, જો નાક માંથી રક્ત સ્ત્રાવ થતો હોય તો તેના માટે કાળી મરી ને પીસીને દહીં અને ગોળ સાથે મિક્ષ કરી તેનું સેવન કરવાથી તુરંત રાહત મળે છે.