in

કરોડપતી સજ્જને ગાયોએ ખાઈને પડતો મુકેલો એઠો ગોળ પોતે ખાધો એટલે એક યુવાને તેને સવાલ કર્યો કે આવું કેમ? તો તે વડીલે જવાબમાં એવું કહ્યું કે…

નોકરી છૂટી ગઈ હોવાથી તે સવારે તે બગીચા પાસે જઈને બેઠો બેઠો અનેક વિચારો કરવા લાગ્યો, સવારના લગભગ સાત વાગ્યા હશે એવામાં એક ખૂબ જ મોંઘી દાટ ગાડી આવી અને તે બેઠો હતો તેનાથી થોડે દૂર આવીને ઊભી રહી.

એ ગાડીમાંથી એક માણસ નીચે ઉતર્યા તે માણસની ઉંમર લગભગ ૬૦થી ૭૦ વર્ષની હશે. તે માણસે પહેરેલા કપડા અને તે માણસનું વૈભવશાળી વ્યક્તિત્વ બંને તે ધનવાન છે તેની સાબિતી આપી રહ્યા હતા.

તે વૃદ્ધ ગાડીમાંથી નીચે ઉતર્યા ત્યારે તેના હાથમાં એક બેગ હતી, ચાલી અને થોડે દૂર એક ચબુતરા પાસે ગયા. એ ચબુતરા પાસે જઈને એ બેગ ઊંધી વાળી દીધી, બેગમાં ગોળ હતો. હવે તે વૃદ્ધ માણસે આવો આવો કરીને આજુબાજુ રહેલી ગાયો ને બોલાવી, બધી ગાય થોડા જ સમયમાં એવી રીતે ત્યાં આવી ગઈ જાણે ઘણા સમય પછી પિતા ને જોઈને બાળકો તેને ઘેરી લે, ઘણી ગાયો પોતાની રીતે ખાઈ રહી હતી તો ઘણી ગાયને તે માણસ પ્રેમથી માથે હાથ ફેરવીને ખવડાવી રહ્યા હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...