કબીર સિંઘ ફિલ્મ રીવ્યુ, ફિલ્મ જોવા જતા પહેલા એક વખત વાંચી લેજો
શાહિદ કપૂરની ઘણા સમયથી જે ફિલ્મની રાહ જોવાઈ રહી છે તે ફિલ્મ આખરે 21 તારીખે એટલે કે આજે રિલીઝ થઈ ચૂકી છે, આ ફિલ્મમાં શાહિદ કપૂરને ખૂબ જ અલગ દેખાડવામાં આવ્યો છે. તે આ ફિલ્મમાં પ્રેમમાં કુરબાન થઈ જવા વાળો છોકરો તો તેને ખૂબ જ નશા ની પણ આદત દેખાડવામાં આવી છે.
એટલું જ નહીં આ સામાન્ય લવ સ્ટોરી નહીં પરંતુ ખૂબ જ પ્રેમ કરતો હોવાની અલગ જ લવ સ્ટોરી છે. ટૂંકમાં કહીએ તો ફિલ્મમાં સામાન્ય ફિલ્મોમાં જોવા મળતી લવ સ્ટોરી જેવું નથી પરંતુ ખુબ જ જુનુની પ્રેમ બતાવવામાં આવ્યો છે.
વાતમાં એમ છે કે કોલેજ લાઇફમાં પોતાની પ્રેમીકાને બધાથી અલગ રીતે લવ કરવા વાળો છોકરો શાહિદ કપૂર ક્યારે તેની પ્રેમિકાને પૂછતો નથી કે તેને પ્રેમ કરે છે કે કેમ, અને માત્ર પહેલા જ દેખાવથી તે તેને પ્રેમ કરવા લાગતો હોય છે જો કે આની તેને પણ ખબર નથી હોતી. અને આગળ ચાલતા એવા બનાવો બને છે જેના કારણે શાહિદ કપૂરનો અલગ જ લુક જોવા મળે છે, અને તે પોતાની જાતને જાણે નષ્ટ કરી દેવાનું શરૂ કરી દે છે.