કલંક મૂવી રિવ્યુ: મૂવી જોતા પહેલા વાંચી લેજો

નિર્માતા કરણ જોહર ની ફિલ્મ કલંક નું ટ્રેલર લોન્ચ થયું ત્યારે તે ઘણું ચર્ચામાં રહ્યું હતું. કારણકે સંબંધની આંટીઘૂંટી ની આજુબાજુ ફરી રહેલી આ ફિલ્મ જોવા માટે દરેક લોકો આતુર થઇ ગયા હતા, અને આવા લોકોની આતુરતાનો આજે અંત પણ આવ્યો હતો કારણકે ફિલ્મ રીલિઝ થઈ ચૂક્યું હતું.

જણાવી દઈએ કે ફિલ્મમાં એક ડાયલોગ આવે છે જેમાં કહે છે કે અમુક સંબંધો કરજ ની જેમ હોય છે, એને નિભાવવા નહીં પરંતુ ચૂકવવા પડે છે. માત્ર આ ડાયલોગ આખી ફિલ્મ નો નિચોડ સામે રાખી દે છે.

હવે ફિલ્મની કહાની વિશે તો પહેલા પણ વાત થઈ ચૂકી હતી કે કહાની 1940 ના દશક આજુબાજુની છે. જેમાં સંબંધને લઈને ઘણી આંટીઘૂટી ફિલ્મમાં જોવા મળે છે.

પણ ફિલ્મ જોવા જવી કે નહીં?

ફિલ્મ ક્રિટીક અને audience review બંનેનું જોવા જઈએ તો બંનેના રિવ્યૂ મિશ્રણવાળા જોવા મળ્યા છે. એટલે કે અમુક લોકો કહે છે કે આ મૂવી અચૂક જોવા જેવી છે તો અમુક લોકો કહે છે કે આ મુવી હથોડો છે.

આમાં ફરી પાછું મુવી ને લઈને તમારો ટેસ્ટ કેવો છે તેની ઉપર વાત આવીને અટકે છે, ઘણા લોકોને આવી ફિલ્મ પસંદ આવે છે જ્યારે ઘણા લોકોને આવી ફિલ્મો ઓછી ગમતી હોય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts