કબીર સિંઘ ફિલ્મ રીવ્યુ, ફિલ્મ જોવા જતા પહેલા એક વખત વાંચી લેજો
જણાવી દઈએ કે આ ફિલ્મ એક સાઉથની ફિલ્મની રિમેક છે અને નવાઈની વાત એ છે કે નિર્દેશક બંને ફિલ્મના એક જ છે, પરંતુ ઘણા અંશે સાઉથની ફિલ્મ ના વખાણ લોકોએ વધુ પણ કર્યા હતા. અને આ ફિલ્મમાં પણ અભિનય ની વાત કરવામાં આવે તો શાહિદ કપૂરે આ ફિલ્મની અંદર સાબિત કર્યુ છે તે તેને કોઈપણ રોલ આપવામાં આવે તેને નિભાવવામાં કઈ કસર છોડતો નથી.
શાહિદ કપૂર અભિનયની દુનિયામાં પહેલેથી જ જાણીતું નામ છે અને આ એક અલગ પ્રકારની ફિલ્મ હોવાથી તેના માટે આ એક ચેલેન્જીંગ રોલ પણ કહી શકાય પરંતુ ટ્રેલર જોયા પછી તેનો લુક સામે આવ્યો હતો તેના કારણે આ ફિલ્મ ઘણી ચર્ચામાં રહી હતી.
અને હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે ત્યારે લગભગ બધી જગ્યા પર ફિલ્મના વખાણ થઈ રહ્યાં છે, તો અમુક લોકોને ફિલ્મ નથી પણ પસંદ.
જોવા જવાય કે નહીં?
ટૂંકમાં કહીએ તો શાહિદ કપૂર નો એક અલગ જ લુક ફિલ્મમાં જોવા મળ્યો છે અને ટ્રેલર ઉપરથી પણ જે પ્રમાણેની ફિલ્મ લાગતી હતી તેને આ પ્રમાણેનું કેરેક્ટર બખૂબી નિભાવ્યું હોય તે લાગી રહ્યું છે, અને સાથે-સાથે અભિનેત્રીનું પરફોર્મન્સ પણ કાબિલે તારીફ છે. આથી ફિલ્મ જોવામાં અફસોસ થાય એવું કંઈ લાગતું નથી!