કિડનીની સફાઈ માટેનો આ ઉપાય જાણવા જેવો છે, વાંચો અને વંચાવો
કોથમીર ઘણા પ્રકારની બીમારીઓથી બચાવે કરે છે. એમાં એન્ટિ સેપ્ટિક તાકાત અને વાયુનાશક ગુણ હોય છે. તમને ભલે કોથમીર જોઈને કારેલા યાદ આવે પરંતુ એનો સ્વાદ અને સુગંધ ખુબ જ સારી હોય છે. અને કોથમીરને મસાલા તરીકે પણ ઉપયોગ થતો હોવાથી આખા વિશ્વમાં તેની માંગ પણ વધારે છે અને તે સરળતાથી ઉપલબ્ધ પણ છે. અને સૌથી સારી વાત કે આ મોંઘી નથી, દરેક ઘરના કિચનમાં આ મળી આવે છે. ઘણી વખત શાક લઇને કોથમીર મફત મળે એવું પણ થાય છે.
ચાલો જાણીએ કોથમીર ના જયુસ ના ફાયદા
કિડનીની સફાઈ
જે વાંચવા તમે અહીં આવ્યાં છો, તે જણાવી દઈએ કે કિડનીની સફાઈ માટે કોથમીર ઘણું સારું કામ કરે છે. આપણી કિડની એક પ્રકારનું ફિલ્ટર છે. જે વર્ષોથી આપણા લોહીની ગંદકીને સાફ કરી અને ચોખ્ખું કરવાનું કામ કરે છે. પરંતુ દરેક ફિલ્ટરની જેમ આ ફિલ્ટર એટલે કે કિડનીને પણ સાફ રાખવી જરૂરી છે. જેથી તે પોતાનું કામ સારી રીતે કરી શકે.
કઈ રીતે બનાવશો કોથમીરનો જ્યુસ
એક મુઠ્ઠી ભરીને લીલી કોથમીર લો, પછી અને નાના નાના ટુકડામાં સમારી લો અને બરાબર ધોઈ લો. પછી એક વાસણમાં એક લિટર પાણી નાખીને કોથમીર તેમાં નાખી દો, 10 મિનીટ સુધી ધીમી આંચ પર પકવા દો, અને પછી ગાળીને ઠંડુ થવા દો. હવે આપણુ જ્યૂસ તૈયાર છે. તેને દરરોજ એક ગ્લાસ ખાલી પેટે પીવો. અને તમારા શરીરની બધી ગંદકી પેશાબ વાટે બહાર આવી જશે. અને જો આ જૂથમાં કોથમીર સાથે થોડાક અજમો નાખશો તો તે ચેરી ઓન ધ કેક જેવું કામ કરશે.
બ્લડપ્રેશર માટે
આજકાલ તમે જેને જોવો તે માણસ કદાચ બ્લડપ્રેશરથી પીડાતા હશે કારણકે અત્યારે આ સામાન્ય બીમારી થઈ ગઈ છે. કોથમીરમા મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ અને આયર્ન જેવા તત્વો મળી આવે છે. આ જ્યુસ નું સેવન કરવાથી એટલે કે સવારે સેવન કરવાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. જેનું કારણ છે કે કોથમીર માં પોટેશિયમ અધિક માત્રામાં અને સોડિયમ ઓછી માત્રામાં મળી આવે છે.
સારી નિંદ્રા
તમને કદાચ વાંચીને એમ થશે કે સારી નિંદ્રા અને નિદ્રામાં શું ફેર? પરંતુ આજકાલ સારી નિંદ્રા આવતી નથી જેનું કારણ છે દિવસભરનો સ્ટ્રેસ એટલે કે તણાવ. ઘણાં લોકોને નિંદ્રા ન આવવાનો પણ પ્રશ્ન રહે છે. પરંતુ રાત્રે સૂતા પહેલાં ૧ ગ્લાસ કોથમીરનો જ્યૂસ પીને સુવાથી તમને આરામ મહેસૂસ થાય છે. અને કોઈપણ જાતની દવા વગર તમને સારી નિંદ્રા આવે છે.
પાચનમાં લાભ
પાચનતંત્ર એ શરીરનું એવું અંગ છે કે.જે સરખું કામ ન કરે તો શરીર માં કબજીયાત, અપચા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. પરંતુ કોથમીર નુ જ્યુસ આ સમસ્યામાં બહુ જ લાભદાયી સાબિત થાય છે.