કલાકારને કોઈએ પૂછ્યું કે નાટકમાંથી તમે તમારી જીંદગીમાં શું શીખ્યા? તો કલાકારે આપ્યો એવો જવાબ કે…
મુંબઈ શહેર સપનાઓને સાકાર કરવા માટે ખૂબ જ જાણીતું શહેર છે, એવું ઘણી વખત ફિલ્મોમાં પણ કહેવામાં આવ્યું છે અને કદાચ હકીકતમાં પણ બનતું હશે કે રોજના હજારોની સંખ્યામાં લોકો ત્યાં નવા સપના લઈને આવતા હોય છે.
એવી જ રીતના કલાકાર બનવા નું સપનું લઈને 10 વર્ષ પહેલા એક નવયુવાન આવ્યો હતો, અને ત્રણ વર્ષની મહેનત પછી આખરે તેની મહેનત રંગ લાવી અને તેને નાટકમાં કામ મળવા લાગ્યું.
તેના કામથી લોકો વચ્ચે તે ઘણો લોકપ્રિય કલાકાર બની ગયો હતો, અને તે કલાકારને પણ તેનું સ્ટેજ ખૂબ જ વ્હાલુ હોવાથી તે ઘણી વખત નાટકમાં પોતાની રીતે ડાયલોગ ઉમેરીને પણ પોતાની કલાકારી માં જાન રેડી દેતો જેથી તેની કલાકારી પ્રેક્ષકોને ખુબ જ પસંદ આવતી.
હજુ તો બે વર્ષ નાટકોમાં કામ કર્યું હતું ત્યાં જ એક કલાકારને ખૂબ જ લોકપ્રિયતા મળી ગઈ હતી અને હવે તે નાટકોમાં સાઈડ રોલ ની જગ્યાએ મુખ્ય પાત્રોમાં જોવા મળતો.
તેમ છતાં એ કલાકાર માં જરા પણ અભિમાન હતું નહીં, અને તેનો સ્વભાવ પણ એકદમ સારો હતો જે પ્રેક્ષકોને અને નાટક ઇન્ડસ્ટ્રીના દરેક લોકોમાં જેની ચર્ચા રહેતી.
કોઈ પણ માણસ કે જેને અચાનક સફળતા મળી ગઇ હોય તેમાંથી ઘણા લોકો ના અંદર અહમ આવી જતો હોય છે પરંતુ આ કલાકાર માં જરા પણ ન અહમ હતો નહિ, અને તેની આ જ વાતને કારણે તેને પ્રેક્ષકો પણ ખૂબ જ પસંદ કરતા.
નાટક પતી ગયા પછી પણ પ્રેક્ષકો તેને મળવા આવે તો તે બધાને આદરથી બોલાવતો અને લોકો જોડે સેલ્ફી પણ ખેંચાવતો.
એક દિવસની વાત છે ત્યારે નાટક પૂરું થયું અને સુપરહિટ શો થયા પછી તે બેઠો હતો એવામાં તેનો જ કોઈ એક ચાહક તેને મળવા આવ્યો એટલે પેલા અભિનેતાએ તરત જ તેને આવકારો આપીને તેની સાથે હાથ મિલાવ્યા નમસ્કાર કર્યા.
પેલા માણસે તરત જ અભિનેતાને પૂછ્યું કે મેં ઘણા લોકોને જોયા છે જેને ટૂંક સમયમાં બહુ મોટી સફળતા મળી ગઇ હોય, પરંતુ એમાંથી ઘણા લોકોમાં ટૂંક સમયમાં જ અહમ આવી જતો હોય છે. પરંતુ તમારો સ્વભાવ જાણીને ખૂબ જ આનંદ થયો.