કલાકારને કોઈએ પૂછ્યું કે નાટકમાંથી તમે તમારી જીંદગીમાં શું શીખ્યા? તો કલાકારે આપ્યો એવો જવાબ કે…

મારૅ એક સવાલ પૂછવો છે શું પૂછી શકું? એટલે કલાકાર એ તરત જ કહ્યું કે હા પૂછો એમાં શરમાવાનું શું?

એટલે તરત જ પેલા આવેલા માણસે કહ્યું કે તમે આટલા વર્ષોથી નાટકમાં કામ કરી રહ્યા છો, તમે નાટકમાંથી તમારી જિંદગીમાં શું શીખ્યા?

ત્યારે નાટકના એક કલાકારે સરસ જવાબ આપતા કહ્યું કે નાટકમાંથી કાયમ માટે હું એક વસ્તુઓ શીખ્યો છું કે તમારો રોલ જ્યારે પૂરો થઈ જાય ત્યારે તમારે સ્ટેજ છોડી દેવાનું છે. અને આપણને ઘણી વખત ખબર જ નથી પડતી કે આપણો રોલ કઈ જગ્યાએ પૂરો થાય છે, માટે આપણે કંઈ છોડતા જ નથી અને આ જ કારણ છે કે આપણે આટલા દુઃખી થઈએ છીએ.

માત્ર 20 સેકન્ડમાં કડકડાટ મોઢે હોય એ રીતે જવાબ આપી દીધેલા આ નાટકના કલાકાર ને પેલા મળવા આવેલા માણસને વિચારતો કરી દીધો.

ખરેખર કલાકારે કીધેલી વાત ખુબ જ સાચી છે કે આપણે કોઈપણ વસ્તુ ને એટલે બધી હદે ટેવ પાડી દઈએ છીએ કે કોઈપણ વસ્તુ છોડવાની આપણામાં હિંમત પણ થતી નથી અને આપણે કંઈ જ છોડી શકતા પણ નથી.

આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વિડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરજો…

Subscribe to us on youtube.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts