કેવી રીતે એક માજીને ખુદ ઠાકોરજીએ કરાવ્યા દર્શન, કિસ્સો વાંચવા જેવો છે…
આમ સવિતાબા યાત્રા એ તો નીકળી ગયા. પહેલા વ્રજની યાત્રા કરી, યુવાન વૈષ્ણવ કાર્યકર્તાઓ સવિતાબાની સેવામાં કાયમ તત્પર રહેતા.
વ્રજ માંથી નાથદ્વારા આવ્યા. ભીડ બહુ જ હતી. સહુ દર્શન કરવા દોડી ગયા. કોઈ દિવસ નહીં ને આજે જ સવિતાબા ને ભૂલી ગયા. પરંતુ ભક્ત પ્રતિપાળ શ્રીનાથજી બાવા કેમ ભૂલે.
દર્શન કો નયના તપે આવો તે માજી નો તલસાટ હતો. બધા દર્શન કરવા ચાલ્યા ગયા, હવે શું થાય? સવિતાબા તો ચોધાર આંસુએ રડી પડ્યા કે જેવી આપની ઈચ્છા મારા પ્રભુ, હવે તો આપના દર્શન કરી આવેલા વૈષ્ણવો ને જોઈ સંતોષ માનીશ અને વિરહ ભાવથી શ્રીનાથજી નું સ્મરણ કરવા લાગ્યા.
પરમ ભક્ત નો વિરહ શ્રીનાથજી બાવાથી કેમ સહન થાય?
હવે શ્રીનાથજી બાવા તૈયાર થઈ ગયા. પોતે ઝાપટીયા બની ગયા અને સવિતાબા પાસે આવ્યા અને કહ્યું, ચલો માજી તમને દર્શન કરાવું
સવિતાબા ને ખભા ઉપર બેસાડીને ખુબ આનંદથી દર્શન કરાવ્યા અને પાછા કમલચોકમાં મુકી ગયા. થોડીવાર પછી સાથવાળા વૈષ્ણવો દર્શન કરીને આવ્યા. સવિતાબા ને દર્શન કરાવવાનું ભૂલી ગયા એ બદલ ખુબ અફસોસ કરવા લાગ્યા. ત્યારે સવિતાબાએ કહ્યું કે ભાઈ, એક ઝાપટીયા એ આવી ખભા પર બેસાડી મને ખુબ આનંદથી દર્શન કરાવ્યા.
સાથવાળા વૈષ્ણવો વિચારમાં પડી ગયા. દર્શન ના સમયે ઝાપટીયા પોતાની ફરજ છોડી ને દર્શન કરાવવા ક્યાંથી આવી શકે? અને તે પણ તદ્દન અજાણ્યા માજી પાસે દોડી આવે? સંતોષ ખાતર ઝાપટીયાને પુછ્યું કે તમે અમારા સવિતાબાને દર્શન કરાવ્યા? ઝાપટીયાએ કહ્યું કે ના ભાઈ ના, દર્શન ના સમયે અમે અમારી ફરજ છોડીને કેમ આવી શકીએ?
હવે સહુના હ્રદયમાં પ્રકાશ પડ્યો કે ઝાપટીયા નહીં પણ ઝાપટીયા ના સ્વામી ઝાપટીયા બનીને જરુર પધાર્યા હશે. આપણે ભૂલી ગયા પણ શ્રીનાથજી કેમ ભૂલે?
પ્રભુ ને પરિશ્રમ થયો એ જાણી સવિતાબાને ખુબ અફસોસ થયો. વારંવાર ક્ષમા માંગવા લાગ્યા. પણ શ્રીનાથજી તો ભક્તવત્સલ છે. પોતાના ધામમાં આવેલ ને નિરાશ કેમ કરે? આ કિસ્સો વોટ્સએપના માધ્યમથી પ્રાપ્ત થયો હતો.
સારાંશઃ તમારા મનમાં સાચો ભાવ હોય તો ભગવાન ખુદ તમને મદદ કરવા આવે છે, વર્ષોથી આવ્યાના બનાવો પણ આપણે સાંભળ્યા જ છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આવી જ રસપ્રદ તેમજ પ્રેરણાદાયક સ્ટોરીઓ સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચુકતા નહી.
જો તમે આવા જ કિસ્સાઓ વધુ વાંચવા માંગતા હોય, તો કમેન્ટ કરીને જણાવજો જેથી આવા વધુ કિસ્સાઓ અમે આપની સમક્ષ રજુ કરતા રહીએ.
તમે આવી જ રસપ્રદ સ્ટોરી તેમજ પ્રેરણાદાયક પ્રસંગો સાંભળવા માંગતા હોય તો આપણી Youtube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરી અને નોટીફીકેશન બેલને દબાવી દેજો.