“મેડમ તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા?” મેડમ નો જવાબ તમને રડાવી દેશે…
એક ગર્લ્સ સ્કૂલ મા ટીચર ની જરૂર હતી, તેના માટે ઘણા લોકોએ ઇન્ટરવ્યુ આપ્યા. એમાંથી એક ને સિલેક્ટ કરવામાં આવ્યા, અને બીજા જ અઠવાડિયા તે પહેલી વખત સ્કૂલે પહોંચી અને ક્લાસ લેવા માટે ગઈ.
છોકરીઓની સ્કુલમાં આવનારી નવી ટીચર ખૂબસૂરત તો ખૂબ જ હતી પરંતુ તેને હજુ સુધી લગ્ન કર્યા ન હતા. અને આ વાતની જાણ તે ક્લાસમાં રહેલી બધી છોકરીઓને પડી ગઈ હતી.
બધી છોકરીઓ તેની આજુબાજુમાં જમા થઈ ગઈ અને મજા કરવા લાગી કે મેડમ તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા.
નવી મેડમ ને પોતાની દાસ્તાન કંઈક આવી રીતે જણાવી – એક મહિલાને પાંચ દીકરી હતી, પતિએ તેને ધમકી આપી કે જો આ વખતે પણ દીકરી થશે તો એ દીકરીને રસ્તા પર અથવા ચોકમાં ફેંકી દઈશ, અને છઠ્ઠી વખત પણ તેઓને દીકરી આવી અને પતિએ દીકરીને ઉઠાવીને રાતના અંધારામાં શહેરની વચ્ચોવચ ચોક ઉપર રાખી દીધી, તેની માતા આખી રાત આ દીકરી માટે દુવા કરતી રહી.
બીજા દિવસે સવારે પિતા જ્યારે ચોક માંથી પસાર થઇ રહ્યા હતા તો તેને જોયું કે હજુ સુધી કોઈ તેની દીકરીને લઈ નથી ગયું, આથી તેને પોતાની દીકરીને પછી ઘરે લઈ આવ્યા, પરંતુ બીજી રાતે ફરી પાછી દીકરીને જોબ પર રાખી દીધી પરંતુ દરરોજ આવું જ થઈ રહ્યું હતું અને દરેક વખતે પિતા બહાર રાખી આવે પરંતુ જ્યારે કોઈ લઇ ના જાય ત્યારે મજબૂર થઈને પાછી ઘરે લઈ આવે આથી અંતે તેના પિતા થાકી ગયા અને ભગવાનની મરજી ને સ્વીકારી લીધી.
પછી એક વર્ષ પછી માતા ફરી પ્રેગનેન્ટ થઇ અને આ વખતે તેને દીકરો થયો, પરંતુ થોડા જ દિવસોમાં દીકરીઓ માંથી એક ની મોત થઈ ગઈ. ત્યાં સુધી કે માતા પાંચ વખત અજ્ઞાન થઈ અને પાંચ દીકરા થયા પરંતુ દર વખતે તે દીકરીઓ માંથી એક આ દુનિયામાંથી ચાલી જતી.