Site icon Just Gujju Things Trending

જ્યારે પણ જીવનમાં ઉદાસ હોવ ત્યારે આ વાંચી લેજો

એક વખત એક માણસ ખુબ દુખી હોય છે, અને ઘણી સમસ્યાઓથી ઘેરાયેલો હોય છે. આથી એને ખબર પડે છે કે શહેરમાં એક સંત છે જે બધી સમસ્યાઓનું નિવારણ કરે છે. આથી તે સંત પાસે જાય છે.અને સંતને કહે છે કે, “મહારાજ મારી જિંદગીમાં બહુ દુખ છે, મેં વિચાર્યું હતું કે જ્યારે મને નોકરી મળે ત્યારે નવી ગાડી લઈને મારા પિતાને ભેટ મા આપીશ,પરંતુ મને નોકરી મળે તે પહેલાં જ મારા પિતાનું અવસાન થઈ ગયું. મેં વિચાર્યું હતું કે નોકરીમાં પ્રમોશન મળે ત્યારે બાળકોને લઈને આખી ફેમિલી સાથે હું વિદેશ ફરવા જઇશ પરંતુ પ્રમોશન જ મળ્યું નહિ. આથી મહારાજ મને કંઈક રસ્તો બતાવો, મારી જિંદગીમાં હું બિલકુલ ખુશ નથી. મને તો શંકા છે કે હવે મારી જિંદગીમાં ખુશી આવશે કે નહી?”

આટલું સાંભળીને સંત ઊભા થઇને તેને બાજુમાં રહેલા એક બગીચામાં લઈ ગયા. ત્યાં બગીચામાં લાઈનસર ગુલાબના છોડ હતા. જેમાં એક આખી લાઈનમાં ગુલાબ પણ ઉગેલા હતા. સંતે પેલા માણસને કહ્યું કે તું એક કામ કર આ ગુલાબ ના છોડ જે લાઈનમાં ઉગેલા છે તેમાંથી કોઈપણ એક સારું ગુલાબ લઈ લે. પણ શરત એટલી છે કે એક વખત તે જે ગુલાબ ન લીધું અને ત્યાંથી આગળ નીકળી ગયો ત્યાં પાછો નહિ આવી શકે. અને કોઈપણ એક જ ફૂલ લઈને આવજે.

આથી પહેલાં માણસે ત્યાંથી ગુલાબના છોડ ભણી ચાલવાનું ચાલુ કર્યું, એક પછી એક ગુલાબ ને જોતો ગયો અમુક મોટા ગુલાબ હતા અમુક નાના ગુલાબ હતા. અમુક ગુલાબ ખૂબ સુંદર પણ હતા પરંતુ એ માણસ એવું વિચારતો હતો કે કદાચ આનાથી આગળ જાવ અને આનાથી પણ વધુ સારું ગુલાબ મળે તો? બસ આ જ વિચાર કરીને તે આગળ ચાલતો ગયો.એમ કરતા કરતા તે છોડની લાઈનમાં છેલ્લે આવી પહોચ્યો, અને ત્યાં જઈ ને જોયું તો માત્ર બે-ત્રણ જેવા મુરજાઇ ગયેલા અને થોડા થોડા ખીલેલા ફૂલ હતા. પરંતુ હવે તે શરત પ્રમાણે સારા ફુલ લેવા પાછળ પણ જઈ શકતો ન હતો. અને એક ફૂલ લેવું પણ જરૂરી હતું. આથી એને મજબૂરીમાં એક થોડું ખીલેલું ફૂલ લઈને સંત પાસે ગયો.

સંત પાસે જઈને તેણે સંતને કહ્યું કે મહારાજ મેં લાઈનમાં ઘણા સર્વશ્રેષ્ઠ ફુલ જોયા હતા. પરંતુ મને એવું લાગી રહ્યું હતું કે આનાથી પણ વધુ સારા ફુલ મને આગળ મળશે. પરંતુ છેલ્લે પહોંચ્યો તો ત્યાં લગભગ બધા મુરજાયેલા ફૂલ હતા એની વચ્ચે આ એક થોડું ખીલેલું ફૂલ હતું. એ હું લઈ આવ્યો.

પછી સંતે સમજાવતા કહ્યું કે તું વધારે સારા ફૂલની ઇચ્છામાં લાઈનમાં આગળ વધતો ગયો પરંતુ અંતમાં તને ખબર પડી કે છેલ્લે તો બધા મુરજાયેલા ફૂલ છે, માટે તું આ ફૂલ લઈને આવ્યો. હવે સમજી લે કે છોડમાં રહેલા બધા ગુલાબ તારી જિંદગી છે, અને બધા નાના મોટા ફુલ એ નાની અને મોટી ખુશીઓ છે. તને એવું લાગતું રહ્યું કે આગળ વધુ સારા ફુલ મળશે, અને એની આશામાં તે ત્યાં મોજૂદ રહેલા સારા ફુલ વિશે ગણકાર્યું પણ નહિ. માણસનું જિંદગીમાં આવવુ છે તે મોટી ખુશીઓની રાહમાં જીવનમાં આવતી નાની નાની ખુશીઓ ની કદર કરતો નથી. અને જ્યારે સમજાઈ જાય કે પેલી નાની નાની ખુશીઓ નું શું મહત્વ હતું. ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય છે.

દરેક માણસ જિંદગીમાં નાની મોટી ખુશીઓ ની કદર કરે તો તેને દુઃખી થવાનો વારો હતો નથી.

આ લેખ ગમ્યો હોય તો પ્લીઝ દરેક સાથે શેર કરજો.

જો દરરોજ આવી પ્રેરણાદાયક સ્ટોરી વાંચવી હોય તો,

ઉપર રહેલા બ્લુ લાઈક બટન ને ક્લિક કરી નાખજો…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version