કિડની બચશે તો જીવન બચશે, માટે આજથી જ છોડી દો આ 5 કુટેવો
ધુમ્રપાન શરીર માટે કેટલું જોખમકારક છે એ કંઈ કહેવાની જરૂર નથી. પરંતુ જણાવી દઇએ કે ધૂમ્રપાન કરવાથી કિડની માં પણ સમસ્યા ઉભી થઈ શકે છે, કિડનીમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે જેનાથી રોગો થઈ શકે છે. અને કિડનીની કાર્યક્ષમતા ઉપર પણ અસર કરે છે. આથી ધુમ્રપાન સદંતર બંધ કરી દેવું જોઈએ.
જ્યારે પણ શરીરમાં પાણી ઓછું પીવામાં આવે, ત્યારે કિડનીને કામ કરવામાં તકલીફ પડી શકે છે. માટે હંમેશા ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઈએ. કારણ કે આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીરમાં ૭૦ ટકા જેટલું પાણી રહેલું છે આ વાત તમને ખબર હશે. અને જ્યારે પાણી ઓછું પીવામાં આવે ત્યારે કિડનીમાં પથરી થવાની પણ શક્યતા રહે છે. માટે કાયમને માટે ભરપૂર પાણી પીવાનું રાખો. અને આમ પણ પાણીની વાત કરીએ તો પાણી દરેક રોગની દવા પણ માની શકાય છે. કારણકે પાણીથી કિડનીને લોહી શુદ્ધ કરવામાં સહારો મળે છે અને ટોક્સિન બહાર કાઢવામાં મદદ મળે છે. આથી indirectly પાણી આપણા શરીર માટે પણ ખૂબ જ જરૂરી છે.
જો પૂરતી ઊંઘ ન થાય તો કીડની ને ખરાબ અસર પડી શકે છે. આથી કાયમ માટે પૂરતી ઊંઘ લેવી જેથી કિડની હેલ્ધી કન્ડિશનમાં રહે.
મીઠું એ માત્ર કિડની માટે જ નહીં પરંતુ બ્લડ પ્રેસર માટે પણ જોખમી હોય શકે છે. મીઠ્ઠા નું સેવન વધુ કરવાથી સોડીયમ ની માત્રા વધે છે જે BP વધારે છે અને કિડની પર પણ નુકશાન કરી શકે છે. આથી મીઠ્ઠા નો બને તેટલો ઓછો ઉપયોગ કરવો.