કલંક મૂવી રિવ્યુ: મૂવી જોતા પહેલા વાંચી લેજો
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શ એ પણ સોશિયલ મીડિયામાં ટ્વીટ કરી હતી, જેમાં તેને એક જ શબ્દમાં રીવ્યુ આપતા કહ્યું હતું કે આ ફિલ્મ નિરાશા છે. ફિલ્મ પાસેથી જે પ્રકારની આશાઓ હતી તે પ્રમાણેની ફિલ્મ નથી, છતાં અને ઇન્ટરવલ પછી થોડી એન્ગેજીંગ છે. જુઓ નીચે તેને કરેલી ટ્વિટ…
#OneWordReview…#Kalank: DISAPPOINTING.
Rating: ⭐️⭐️
Doesn’t live up to the expectations… Writing, music, length play spoilsport… Few dramatic portions work… Second half engaging in parts… Good climax… Varun, Alia, Madhuri, Aditya, Kunal Kemmu top notch. #KalankReview pic.twitter.com/rJgyNi3Ain— taran adarsh (@taran_adarsh) April 17, 2019
સોશિયલ મીડિયા ને ધ્યાનમાં લઈએ તો એટલું કહી શકાય તે પોઝિટિવ કરતા નેગેટિવ રીવ્યુ ખૂબ વધારે છે, અને માત્ર રીવ્યુ સુધી જ નહીં પરંતુ ફિલ્મની મજાક પણ એટલી જ ઉડાડવામાં આવી છે. ફિલ્મ ના મીમ્સ પણ એટલા જ બન્યા છે.
જોકે ફિલ્મની અમુક સારી વાતો પણ છે, જેમકે અમુક ગીતો, આટલી બધી સ્ટાર કાસ્ટ એક ફિલ્મમાં સાથે આથી જો એડવાન્સ બુકીંગ પણ કરાવી લીધું હોય તો નિરાશ ન થતા!
લોકો ખાસ કરીને ગુજરાતીઓ જેના રીવ્યુની રાહ જોઇને બેઠા હોય છે તે અદિતિ રાવલ એ પણ પિક્ચર નો Quick રીવ્યુ આપી દીધો છે, તેઓએ ટ્વિટમાં જણાવ્યું હતું કે એક શબ્દમાં ફિલ્મને વર્ણવી હોય તો “ભંગાર” શબ્દ ઉચિત છે. અને એમ પણ કહ્યું હતું કે ખર્ચો માથે પડ્યો, તેઓએ ઉમેર્યું હતું કે ટિકિટના પૈસા ઓછા હોય તો જોઇ પણ લેવાય એવી ફિલ્મ છે. તેઓએ કરેલી ટ્વીટ… જુઓ વિડિયો
#Kalank nahi, Load hai pichchar piyaaaaa 😳😵🙄⛏🔨⛏🔨 quick review in #Gujarati ! In one word: Bhangaar… 🙄🙄😳Kharcho maathe padyo mane ticket no Ane aemne making no😳 pic.twitter.com/tgmiHGLu7w
— Reason To Vote (@aditiraval) April 17, 2019
જો તમે જોઈ નાખી હોય, તો તમને મુવી કેવી લાગી તે પણ કમેન્ટમાં જણાવજો