Breaking: 1000 કિલો બોમ્બ વરસાવ્યા પછી હજુ એક સફળતા, પાકિસ્તાની ડ્રોન ને કચ્છમાં ઉડાવી દીધું

આતંકીઓ દ્વારા પુલવામામાં કરેલા હુમલા પછી આખો દેશ પાકિસ્તાન સામે બદલો ઇચ્છતો હતો. અને પ્રધાનમંત્રીએ આખા દેશની જનતાને સંબોધન આપતી વખતે પણ કહ્યું હતું કે, બદલો જરૂર લેવામાં આવશે. પરંતુ સ્થળ, સમય એ બધું સુરક્ષા બળ નક્કી કરશે. અને આમ કહીને તેને સુરક્ષાબળોને છૂટો દોર આપી દીધો હતો.

જેના પરિણામ રૂપે આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યા આસપાસ POK માં ઘૂસીને ત્રાસવાદી સંગઠનના કેમ્પને તબાહ કરી નાંખ્યા હતા. જણાવી દઈએ કે આ એર સ્ટ્રાઇકનો ભારતના 12 મિરાજ-2000 ઉડાડવામાં આવ્યા હતા. અને આ એરસ્ટ્રાઈકમાં અંદાજે 350 જેટલા આતંકવાદી ઠાર મરાયા છે. અને તેના કલાકો પછી જ ગુજરાતમાં પણ એક વધુ સફળતા હાથ લાગી છે.

વાત જાણે એમ છે કે ગુજરાતના કચ્છમાં પણ પાકિસ્તાનનું એક ડ્રોન જોવા મળ્યું હતું. જેને ભારત દ્વારા શૂટ કરી દેવામાં આવ્યું છે. ભારતના એર એલર્ટ ડિફેન્સ નલિયા એરબેઝ પાસે એક ડ્રોન જોવા મળ્યું હતું જેનો નાશ કરી દેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે નલિયામાં ભારતનો એક ફોરવર્ડ એરબેઝ છે અને આનાથી આંતરરાષ્ટ્રીય સીમા પણ નજીક છે.

જણાવી દઈએ કે આ ડ્રોનને સવારે અંદાજે સાડા છ વાગે શૂટ કરી દેવામાં આવ્યું હતું. એટલે કે હુમલાના ૩ કલાક પછી આ ડ્રોન નજરે આવ્યું હતું, જેને હાલ શૂટ કરી દેવામાં આવ્યું છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts