Breaking: 1000 કિલો બોમ્બ વરસાવ્યા પછી હજુ એક સફળતા, પાકિસ્તાની ડ્રોન ને કચ્છમાં ઉડાવી દીધું
આજે વહેલી સવારે થયેલા હુમલાની દેશમાં ચારે બાજુ ચર્ચા થઈ રહી છે, ત્યારે લોકો ઉત્સાહમાં ઇન્ડિયન એર ફોર્સ ના ભરપેટ વખાણ કરી રહ્યા છે. અને માત્ર 21 મિનિટમાં ૩૫૦ જેટલા આતંકવાદીઓને મારીને નીકળી જવું એ આપણી સેના જ કરી શકે.
લોકો ચારેબાજુ સેના ના વખાણ કરી રહ્યા છે કે આખરે પુલવામા નો બદલો લેવામાં આવ્યો. પરંતુ અમુક લોકો તો એમ પણ કહી રહ્યા છે કે આ માત્ર પુલવામાં નો બદલો નહીં પરંતુ આ સંસદમાં થયેલા હુમલાનો, મુંબઈના હુમલાનો, અને પઠાણકોટ ના હુમલાનો બદલો છે.
જણાવી દઈએ કે હુમલા પછી ભારતની સેના શાંત થઈ ગઈ નથી, હજુ પણ દરેક ગતિવિધિઓ પર તેની નજર છે. અને સેનાની ગતિવિધિઓ સતત ચાલુ છે.
આ હુમલો કરવામાં આવ્યો તેનું પણ કારણ વિદેશ સચિવ એ જણાવ્યું હતું. કારણકે આતંકીઓ ભારતમાં બીજો આત્મઘાતી હુમલો કરવાની તૈયારીઓમાં હતા, આથી આ Air Strike જરૂરી હતી. જણાવી દઈએ કે આ strike કરી તે ભારતના ક્ષેત્રથી 50 કિલોમીટરની દૂરી પર છે.
અને હુમલાની ભનક લાગતા પાકિસ્તાની જેટ એર ક્રાફ્ટ ભારત ની પાછળ હુમલો કરવા આવ્યા હતા, પરંતુ ભારતના જેટ ની સંખ્યા જોઈને તેઓ પાછા ફરી ગયા હતા. આથી કહી શકાય કે ઇન્ડિયન એર ફોર્સ પૂરી તૈયારી સાથે ગયું હતું. જેમાં કોઈ પણ કૅઝ્યુઅલીટી થવા પામી ન હતી હતી.