ક્યા કારણોથી મહિલાઓને રહે છે હાર્ટ અટેકનો ખતરો, જાણો કારણો
મહિલાઓએ હલકી માત્રામાં પરંતુ કસરત કરવી જોઈએ. કારણ કે આનાથી શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા બરાબર જળવાઈ રહે છે. જેનાથી હૃદય સંબંધિત રોગોથી બચી શકાય છે. એટલું જ નહીં જો નિયમિત પણે આ કસરતો કરવામાં આવે તો હાર્ટ એટેકના ખતરાને પણ ઘણા અંશે ટાળી શકાય છે.
ઘણી મહિલાઓ બ્લડ પ્રેસર પર નજર રાખતી હોતી નથી. આ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે કારણ કે બ્લડ પ્રેસર ના હિસાબે શરીરને કરવામાં પરેશાની થઇ શકે છે. આથી જો કોઈ સંકેત જણાય તો તરત જ ચેક અપ કરાવી લેવું જોઈએ.
આજકાલ મહિલાઓ પણ વર્ક કરતી હોવાથી તેઓને પણ ઓફિસ અને ઘર સંભાળવાની જવાબદારી માથે હોવાથી ઘણી વખત ડિપ્રેશનનો શિકાર થાય છે તો વધુ પડતો સ્ટ્રેસ લઈ લે છે. જે હાર્ટ-અટૅકનું એક મુખ્ય કારણ બની શકે છે. આથી યોગ અથવા જરૂર પડે તો મેડી સ્ટેશન કરીને પણ પોતાને તનાવથી દૂર રાખવાની કોશિશ કરવી જોઈએ.
આ સિવાય અમુક વાતો એવી છે જેનું ધ્યાન રાખવું જોઈએ, જેમકે અમુક ઉંમર પછી પોતાના શરીરનું રેગ્યુલર ચેક-અપ કરાવવું જોઈએ. તેમજ પોતાના કોલેસ્ટ્રોલને ધ્યાનમાં રાખવું, પોતાના મગજ પર સ્ટ્રેસ ન લેવો અને હળવી કસરતો કરતા રહેવું. પોતાની જાતને એક્ટિવ રાખવી. અને લો ફેટ ડાયેટ લેવું. જેનાથી ઘણી બીમારીઓથી દૂર રહી શકાય છે.