લગ્નજીવનને સુખી કેમ બનાવવુ? પરિણીત લોકો એ અચૂક વાંચવું

છોકરા અને છોકરી ના લગ્ન થઈ ચૂક્યા હતા પરંતુ એ બન્ને વચ્ચે મનમેળ ન હતો. અર્થાત બંને વચ્ચે કોઈ પણ વાતમાં બનતું નહીં. કુંડળીમાં બધા ગુણ મેળવીને જ લગ્ન કરાવ્યા હતા પરંતુ લગ્નના એક વર્ષમાં જ માથાકૂટ શરૂ થઈ ગઈ હતી.

પત્ની પોતાના સાસરા વાળાઓ ના એ અવગુણોનું પણ પોસ્ટ મોર્ટમ કરી નાખતી જેને બીજું કોઈ જોઈ પણ શકતો નહીં. અને હવે જાણે એમ જ લાગી રહ્યું હતું કે બંને વચ્ચે છૂટાછેડા જ થઈ જશે અને આખું ઘર નષ્ટ થઈ જશે.

બધાએ કોશિશ કરી લીધી આ સંબંધ બચાવવાની, તેનાથી બે પરિવાર નષ્ટ થતા બચી શકે. પરંતુ બધી કોશિશો વ્યર્થ જતી રહી. જે પણ લોકો ઘરે આવતા પત્ની તેને પોતાના પતિ અને દરેક ખામીઓ ગણાવતી રહેતી અને કહેતી કે તેની સાથે રહેવું તે અસંભવ છે. કહેતી કે એની સાથે તો એક મિનિટ પણ રહી શકાતું નથી. બે બાળકો થઈ ગયા છે અને બાળકો માટે જ કોઈપણ રીતે જિંદગી પસાર કરી રહી છે.

એટલું જ નહીં તેના આ બગડેલા સંબંધની વાત જાણે આખી શેરીમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. એવામાં એક દિવસે એક માણસ શાક વેચતો તેના ઘર પાસે શેરીમાં આવી પહોંચ્યો.

એ દિવસે ઘરમાં પણ કોઈ શાક હતું નહીં આથી તેની પત્ની ને થયું કે તે શાક વાળો આવ્યો છે તો તેની પાસેથી જ શાક લઈ લે.

આથી એને પૂછ્યું કે એ શાક વાળા, તારી પાસે કયા કયા શાક છે?

બહેન મારી પાસે બટેટા, રીંગણા, ભીંડા, ટમેટા અને કોબીજ છે.

જરા દેખાડો તો કેવા શાક છે?

આથી શાક વાળા એ શાકની ટોપલી નીચે રાખી એટલે પેલી સ્ત્રી ટમેટા જોવા લાગી, એવામાં શાકવાળા એ કહ્યું કે બહેન તમે ટમેટા નહીં લેતા. કારણકે આ ટમેટા પડ્યા છે તેમાંથી બે ચાર ટમેટા ખરાબ થઇ ચુક્યા છે. તમે એક કામ કરો બટેટા લઈ લો.

અરે, મારે ટમેટા જોઈએ છે તો પછી બટેટા શું કામ ખરીદુ? તમે એક કામ કરો, શાંતિથી ઉભા રહો હું આ ટામેટા માંથી સારા સારા ટમેટાને અલગ પાડી લઉં છું.

આથી શાક વાળા એ બધા ટમેટા થોડા આગળ કરી દીધા અને પેલી સ્ત્રી ટમેટા માંથી સારા ટમેટા વિણવા લાગી. અને એક થી સારા એક એવા બે કિલો ટામેટા અલગ કાઢીને પછી તેને ભીંડા બાજુ નજર કરી.

એવામાં શાકવાળો ફરી પાછો બોલી ઉઠ્યો, બહેન તમે ભીંડો રહેવા દો ભીંડામાં તમારું કામ નથી. આ ભીંડો થોડો ખરાબ છે તમે એક કામ કરો બટેટા લઈ લો એ જ તમારી માટે ઠીક છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts