લગ્નજીવનને સુખી કેમ બનાવવુ? પરિણીત લોકો એ અચૂક વાંચવું
અરે ગજબનો શાકવાળો છે તું, વારંવાર કહી રહ્યો છે કે બટેટા લઈ લો, બટેટા લઈ લો. તો શું આ ભીંડા, ટમેટા કોના માટે છે? મારા માટે નથી કે શું?
હું બધા શાક વેચું છું બહેન પણ તમારે ટમેટા અને ભિંડો જ જોઈએ છે. મને ખબર છે કે મારી લારીમાં થોડા ટમેટા અને થોડા ભીંડા ખરાબ છે. એટલે હું તમને ના પાડી રહ્યો છું આના સિવાય બીજું કોઈ કારણ નથી.
અરે પણ હું તો મારી રીતે સારા ટમેટા અને ભીંડા વીણી તો શકુ છું ને. જે ખરાબ છે, એને છોડી દઈશ. અને મને સારા શાકભાજી ની ઓળખ છે. આથી હું સારી સારી વસ્તુ ને અપનાવી લઈશ.
ખૂબ જ સારું બહેન, તમને સારા ટમેટા વીણવા ની ઓળખ છે. તમે સારા ભીંડા પણ લઈ શકો છો.
તમે ખરાબ ટામેટાને સાઈડ પર કરી નાખ્યા. ખરાબ ભીંડા પણ એક બાજુ હટાવી દીધા, પરંતુ તમારા સંબંધમાં તમે એક પણ સારી વસ્તુ હજુ સુધી જાણી શક્યા નથી. તમને માત્ર તેમાં ખરાબી જ ખરાબી નજરે આવે છે.
બહેન ખોટું નથી લગાડતા પરંતુ તમે જેમ ટમેટા વીણી લીધા, ભીંડા પણ સારા સારા અલગ કરી નાખ્યા અને તમને જે કામ આવે એવા હતા તેવા લઈ લીધા એવી રીતના કોઈપણ માણસ માં કંઈ ને કંઈ તો સારી બાબતો હોય છે. જો તમને એ વીણતા આવડતું હોત તો આજે આખી શેરીમાં તમારા બગડી ગયેલા સંબંધ વિશે ચર્ચા ન થઈ રહી હોત.
શાક વાળો તો આટલું કહીને હિસાબ કરીને ચાલ્યો ગયો. પરંતુ એ સ્ત્રીએ એ દિવસે સંબંધને પરખવાની વિદ્યા શીખી લીધી હતી. પછી એ સાંજે ખૂબ જ સારું શાક બન્યું હતું, બધાએ ખાઈ અને એટલું જ કહ્યું વાહ! વહુ હોય તો આવી.
આમાંથી એટલું તો સમજી જ શકાય છે કે સંબંધને બગાડવા માટે અને સંબંધને બનાવવા માટે જવાબદાર માત્ર આપણે પોતે જ છીએ. આથી સંબંધને સમજવાની કોશિશ કરવી જોઈએ.
આ લેખ ને લાખો લોકો સુધી પહોંચે એમ શેર કરજો… કારણ કે આ લેખ માંથી ઘણા પરિણીત લોકો ને પ્રેરણા મળી શકે તેમ છે.
દરેક ગ્રુપ માં શેર કરજો!
આ વાત પરથી પ્રેરણા મળે છે કે પતિ અને પત્ની બંને એકબીજાની સારી આદતો ને શોધી શકવા જોઈએ, અને લગ્નજીવનમાં પતિ અને પત્ની બંને એકબીજાને અનુરૂપ થઈને રહે તો તેનું લગ્નજીવન સુખમય બની જાય છે.