લગ્ન ના ફેરા શરુ થાય તે પહેલા દિકરીએ કહ્યું, “ઉભા રહો ગોરમહારાજ, મારે મારા પિતા સાથે બધાની હાજરીમાં એક વાત કરવી છે.” વાત સાંભળી તો…
બીપીનભાઈ પોતાના રાબેતા મુજબના સમયે ઘરમાં પ્રવેશ કર્યો, આજે તેના ચહેરા ઉપર ખુબ જ સરસ હતો, શું વાત હતી તે કોઈને ખબર ન હતી પરંતુ તેનો ચહેરો જોઈને બધા સમજી ગયા કે આજે તો બીપીનભાઈ ખૂબ જ ખુશ લાગે છે. બીપીન ભાઈ આ ઘરમાં પગ મુકતાની સાથે જ કહ્યું એ સાંભળ્યું? એટલે તરત જ રસોડામાંથી બીપીન ભાઈ ના પત્ની રસીલાબેન બહાર આવ્યા, સ્કૂટર નો અવાજ પહેલેથી જ આવી ગયો હતો એટલે પોતાના પતિ માટે ગ્લાસ ભરીને પાણી તૈયાર રાખ્યું હતું તે પાણી પણ સાથે લઈ આવ્યા.
“આપણી દીકરી શીતલ નું માંગુ આવ્યું છે, અને ખૂબ જ સુખી ઘરમાંથી માગું આવ્યું છે તેઓ ખાધેપીધે એકદમ સુખી છે અને છોકરાનું નામ પવન છે. છોકરો બેંકમાં નોકરી કરે છે હવે આપણે માત્ર શીતલને પૂછવાની વાર છે, બસ શીતલ એક વખત આ કહી દે એટલે સગાઈ કરી નાખીએ.” શીતલ એટલે બીજું કોઈ નહીં એમની એકની એક દીકરી હતી.
ઘરમાં લગભગ કાયમને માટે ખુશખુશાલ વાતાવરણ રહેતું અને બધા આનંદિત રહેતા. હા ક્યારેક ક્યારેક કોઈ વખત બીપીન ભાઈ ને માવો ખાવાની અને સિગરેટ પીવાના વ્યસન ને લઈને રસીલાબેન અને શીતલ બોલતા પરંતુ બીપીનભાઈ ક્યારેક ક્યારેક ગુસ્સામાં તો ક્યારેક આ વાતને મજાકમાં પણ ટાળી દેતા. તેઓની દિકરી શીતલ ખૂબ જ સંસ્કારી હતી. અને સાથે સાથે ખૂબ જ સમજદાર પણ હતી. હાલમાં જ તેનો ભણવાનું પૂરું થયું હતું અને તે પપ્પાને મદદ રૂપ થવા માટે ઘરે બેસીને ભરતકામ પણ કરતી અને નાના છોકરાઓને ટ્યુશન આપતી. નાના છોકરાઓને ટ્યુશન તો એ પડતાની સાથે જ આપવા લાગી હતી અને ગ્રેજ્યુએટ થયા પછી પણ તેને કમાવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ તેના પિતા બીપીનભાઈ તેની કમાણીમાંથી તેની આવકનો એક પણ રૂપિયો પોતાની પાસે રાખતા નહીં કે લેતા નહીં.
અને કાયમ બીપીનભાઈ તેની દીકરીને બસ એક જ વાત કહેતા કે બેટા આ તું તારી કમાણી છે, તે તારી પાસે રાખ. તારે ભવિષ્યમાં ગમે તે સમયે કામ લાગી શકે. દીકરી માટે વાત ચાલી રહી હોવાથી અંતે એકબીજાને મળવાનું ગોઠવ્યું અને છોકરા છોકરી તેમજ બંને ઘરની સહમતી થી શીતલ ની સગાઈ પવન સાથે નક્કી કરવામાં આવી. સગાઈ પણ ધામધૂમથી પતી ગઈ, જોતજોતામાં લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું.
લગ્નનું મુહૂર્ત નીકળી ગયા બાદ હવે માત્ર લગ્નની તૈયારીઓ બાકી હતી, લગ્ન પણ વધુ નજીકના સમયમાં હોવાથી તડામાર તૈયારીઓ પતાવવાની હતી. ધીમે ધીમે બધી તૈયારીઓ પૂરી થવા લાગી અને લગ્નને પણ હવે માત્ર દસ દિવસની જ વાર હતી.
એટલે એક દિવસની સવારે બીપીનભાઈ શીતલને પોતાની પાસે બોલાવી અને ત્યાં બેસાડીને કહ્યું કે બેટા તારા સસરા સાથે મારે હમણાં જ વાત થઈ હતી, એમણે કરિયાવરમાં કશું જ લેવાની ના પાડી છે. ના રોકડ, ના દાગીના કે પછી ન કોઈ બીજો ઘરવખરીનો સામાન. તો બેટા મેં તારા લગ્ન માટે ઘણા સમયથી બચત કરીને રાખી છે. અને એ આ બચત પેટે બે લાખ પચાસ હજાર રૂપિયાનો ચેક હું તને આપી રહ્યો છું આ પૈસા તારે ભવિષ્યમાં કામ લાગશે, તો આ ચેક ને તું તારા એકાઉન્ટ માં જમા કરાવી આવજે.
“એ સારું પપ્પા, તમે કહો તેમ” બસ શીતલ ખાલી જવાબમાં આટલું જ કહીને પોતાના રૂમમાં જતી રહી. અને લગ્નની તૈયારીમાં થોડું-ઘણું બાકી હતું તે કરવા લાગી.