લગ્ન ના ફેરા શરુ થાય તે પહેલા દિકરીએ કહ્યું, “ઉભા રહો ગોરમહારાજ, મારે મારા પિતા સાથે બધાની હાજરીમાં એક વાત કરવી છે.” વાત સાંભળી તો…

લગ્નને પણ હવે ગણતરીના દિવસો જ બાકી હતા, અને કહેવાય છે કે સમયને જતા ક્યાં વાર લાગે છે… આખરે શુભ ઘડી આવી ગઈ જે દિવસે લગ્ન થવાના હતા, આંગણે જાન આવી અને બધાના હરખનો પાર ન હતો.

ગોર બાપા એ લગ્નની વિધિ શરુ કરાવી અને ફેરા ફરવાનો ટાઈમ થયો, એટલે અચાનક જ શીતલ ના ભાઈઓ કંઈક જાણે કહેવા માંગતો હોય એ રીતે તરત જ તે બોલી ઉઠે કે ઉભા રહો ગોરબાપા, મારે તમારી બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે. પપ્પા તમે નાનપણથી મને ખૂબ જ વહાલ થી મોટી કરી. ભણાવી, ગણાવી ખૂબ જ પ્રેમ આપ્યો એનું ઋણ હું ક્યારેય ચૂકવી શકીશ નહીં પરંતુ પવન અને મારા સસરા બંનેની સાથે વાત કરીને મેં બન્નેની સહમતિ થી એક નિર્ણય લીધો છે. હું તમને તમે મને આપેલો આ અઢી લાખ રૂપિયાનો ચેક પાછો આપું છું. એનાથી મારા લગ્ન માટે કોઈપણ જાતનું કરેલું ભારણ ઉતારી નાખજો અને મેં મારા પગારમાંથી તેમજ મારી કમાણીમાંથી બચત કરેલી હતી તેનો આ બીજો ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા નો ચેક પણ તમને આપવા માંગું છું. જે તમે નિવૃત્ત થશો ત્યારે તમને ખૂબ જ કામ લાગશે, હું જરા પણ ઈચ્છતી નથી કે તમે તમારા ઘડપણમાં તમારે કોઇની પણ પાસે તમારો હાથ લંબાવવો પડે. અને આમ પણ જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરી જ શક્યો હોત ને!

બધા અત્યંત આશ્ચર્ય ચકિત થઈને શીતલ ના મોઢા માંથી નીકળતા આ શબ્દોને સાંભળી રહ્યા હતા. એવામાં ફરી પાછું શીતલ પોતાના પિતા સામે જોઈને બોલી કે પપ્પા હવે હું તમારી પાસે થોડું માંગુ છું શું તમે મને આપશો?

એટલે તરત જ તેના પિતા બીપીનભાઈ જવાબ આપ્યો હા બેટા. તેના અવાજમાં જાણે ડૂમો ભરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું માત્ર અશ્રુધારા આંખ સુધી જ આવી ન હતી પરંતુ તેનો અવાજ અતિ ભારે થઈ ગયો હતો. તરત જ શીતલ એ કહ્યું કે તો પપ્પા મને વચન આપી દો કે તમે આજથી જ અત્યારથી જ ક્યારેય પણ માવાને કે સિગારેટ ને હાથ નહીં લગાવો અને તમારું આ વ્યસન તમે આજથી જ મૂકી દેશો. બધાની હાજરીમાં હું મારા માટે કર્યા વગર માત્ર આટલું જ માંગુ છું.

જે પિતાએ પોતાની એકની એક દીકરીને કોઈ દિવસ કોઈ પણ વસ્તુ લેવાની ના ન પાડી હોય તે આ ઘડીએ ક્યાંથી ના કહી શકે? દરેક લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષના સગાઓ ને રડતા લગભગ બધાએ જોયા હશે પણ આજે તો જાનૈયાની પણ આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. એવામાં જ એક વડીલ આ બધું સાંભળી રહ્યા હતા અને તરત જ દીકરી ની પાસે આવીને કહ્યું, ધન્ય છે તને દીકરી. આજે હું તને દેવા માટે કવર લાવ્યો હતો પરંતુ કવર ખિસ્સામાં પડ્યું હતું તે ખિસ્સા સુધી મારો હાથ જ પહોંચી શક્યો નહીં, કારણ કે દીકરી સાક્ષાત્ લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપી શકું?

ત્યાં હાજર રહેલા દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ, અને તરત જ પિતાએ પણ તેની દિકરીને ભેટી ને રડી પડ્યા. તેમજ કહી દીધું કે આજથી જ બધા વ્યસન બંધ. દીકરીના પિતા મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે કેવો છે આ સમાજ, જે લોકોને દીકરીનું મહત્વ નથી હોતું એ સમાજના સંસ્કારી લોકોને શું આ શીતલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ પડતી હોય?

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો અચૂક શેર કરજો, અને આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts