ભગવાન શિવની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ મહાશિવરાત્રી છે અને આ વર્ષે તે 1 માર્ચે મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા તમામ ધાર્મિક પરંપરાઓ સાથે કરવામાં આવે છે. મનોકામનાઓ પૂર્ણ કરવા માટે શિવ મંદિરોમાં રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે. આ દિવસે મહાદેવજી ના ભક્તો ઉપવાસ કરે છે અને મહાશિવરાત્રી વ્રત કથાનું પણ પઠન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ આ દિવસે ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે.
ભગવાન શિવ તેમના કોઈપણ ભક્તોને નિરાશ કરતા નથી પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ચાર રાશિઓ ભગવાન શિવને પ્રિય રાશિ છે અને આ વર્ષે આ રાશિના લોકો ભગવાન શિવના વિશેષ આશીર્વાદનો આનંદ મળશે.
ભગવાન શિવ મેષ રાશિવાળા લોકોને વિશેષ આશીર્વાદ આપે છે કારણ કે મંગળ આ રાશિનો પ્રમુખ ગ્રહ છે. મંગળ ગ્રહને ભગવાન શિવનો જ એક હિસ્સો માનવામાં આવે છે. હિંદુ ધર્મની પૌરાણિક કથાઓ અનુસાર અંધકાસુર રાક્ષસ સાથે લડતી વખતે ભગવાન શિવના પરસેવાનું એક ટીપું જમીનને સ્પર્શ્યું. ત્યારે જ મંગલ દેવની ઉત્પત્તિ થઈ હતી. તે સમયે ભગવાન શિવ ક્રોધિત હોવાથી મંગળ દેવને પણ સરળતાથી ગુસ્સો આવી જાય છે. મેષ રાશિના જાતકોએ મહાશિવરાત્રિ પર તમામ વિધિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
વૃશ્ચિક રાશિના લોકોનો પણ મંગળ એ પ્રમુખ ગ્રહ છે. આ શિવરાત્રિ પર ભગવાન શિવ આ રાશિના જાતકો ઉપર વિશેષ કૃપા વરસાવશે. આ મહાશિવરાત્રિએ મંદિરોમાં ભગવાન શિવનો અભિષેક કરો અને આવું કરવાથી નોકરી તેમજ વેપાર ધંધામાં સફળતા પ્રાપ્ત થશે.
મકર રાશિના સ્વામી શનિદેવ છે. શનિદેવ ભગવાન શિવના સૌથી પ્રિય ભક્તોમાંના એક છે. આથી મકર રાશિવાળાઓને શનિદેવ અને મહાદેવ બંને તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. આ લોકોએ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
કુંભ રાશિના પણ સ્વામી શનિદેવ છે. આ રાશિના જાતકોને પણ ભગવાન શિવ અને શનિદેવના વિશેષ આશીર્વાદ મળે છે. તેઓએ આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને ઉપવાસ પણ કરવો જોઈએ. આવું કરવાથી તમારી સંપત્તિ આવકમાં વધારો થશે અને કારકિર્દી માં પણ સફળ થશો.
મહાશિવરાત્રીની પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. આ મંત્ર નો જાપ કરવાથી બધી ઇચ્છા પૂરી થાય છે.