જો માથું દુખે તો ચા પીવા ની જગ્યાએ પીવો આ જ્યુસ, પાંચ મિનીટમાં મળશે આરામ
આપણામાંથી ઘણા લોકો ને માથું દુખવાની તકલીફ રહેતી હોય છે. પરંતુ આપણા મનમાં પહેલો સવાલ એ આવે છે કે કારણકે મેં આજે ચા નથી પીધી તો મને માથું દુઃખી રહ્યું છે.પરંતુ હકીકતમાં માથું દુખવાના ઘણા કારણો હોય શકે છે. માથુ દુખવા ના કારણે લોકોને કામ કરવામાં રસ રહેતો નથી, અને જો તેઓ સુવા માંગે તો ઘણી વખત નીંદર પણ આવતી નથી. કારણ કે માથામાં દુખાવો થતો હોય છે.
ઘણી વખત ચાથી પણ સરખું ન થાય તો ઘણા લોકો પેઈનકીલર લેતા હોય છે. પરંતુ તે કદાચ માથું દે છે. પરંતુ તે આપણા શરીર માટે ઘણી નુકસાનકારક હોય છે. આવા સમયે જો ઘરે બનાવેલું એક જ્યુસ પી લઈએ તો માથાના દુખાવામાં આરામ મળી શકે છે. એ પણ ખૂબ જ જલદી.
શું હોય છે માથા ના દુખાવા ના કારણો
માથાના દુખાવાના મોટાભાગે ઘણા કારણો હોઈ શકે છે, આથી જો તમને દરરોજ માથું દુખતું હોય અથવા અસહ્ય દુખાવો થતો હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવું જોઈએ. પરંતુ મુખ્યત્વે વાત કરીએ તો માથાના દુખાવા નીચેના કારણોસર થતા હોય છે.
આપણી રોજિંદી જિંદગીમાં જો આપણે વધુ પડતો તણાવ લઈએ તો પણ સ્ટ્રેસને લીધે માથું દુખવાની પૂરેપૂરી સંભાવના રહે છે.
માથામાં બ્લડ ક્લોટ હોય તો પણ માથુ દુખી શકે છે.
ભૂખ લાગી હોય અને આપણે ખોરાક ના ખાય તો પણ માથું દુઃખી શકે છે. ખાસ કરીને જ્યારે તમે ડાયટ ફોલો કરતા હોય ત્યારે ભૂખ લાગવા છતાં તમે ન ખાઓ ત્યારે માથુ દુખી શકે છે.
શરીરમાં પાણીની ઉણપ હોય તો પણ માથું દુખવાના ચાન્સ રહે છે.
શરીરમાં કાર્બન મોનોક્સાઈડ નું વધવું
આખા દિવસનો થાક લાગ્યો હોય તો પણ માથું દુઃખી શકે છે.