મૌન નો સંબંધ – છેલ્લે સુધી વાંચવાનું ચુકતા નહીં

રાત્રિના સમયે નીરવ શાંતિ ધીમી ધૂન ની જેમ ઓરડામાં ગુંજી રહી હતી. રોહિત અને રાધા જેવો ના લગ્ન લગભગ દસ વર્ષ પહેલા થઈ ચૂક્યા હતા, પતિ પત્ની વચ્ચે જેમ કોઈને કોઈ બાબતે ઝઘડો થતો રહેતો હોય તેમ આજે રોહિત અને રાધા વચ્ચે પણ હંમેશની જેમ કોઈ નાની વાતને લઈને ઝઘડો થયો હતો.

પરંતુ ગુસ્સાના આ વાવાઝોડાએ તેમની વચ્ચે જાણે એક દિવાલ ઊભી કરી દીધી હોય તેવું આજે લાગી રહ્યું હતું. તેઓ બંને ગુસ્સાથી ભરેલા મોઢા સાથે એકબીજા સામે જોયા વિના સૂઈ ગયા હતા. થોડા સમય પછી રોહિત જાગી ગયો અને અચાનક જ તેને ગળામાં થોડું ગળું સુકાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું.

અંધારામાં ટળવળતા તેણે આજુબાજુના ટેબલ ઉપર કાયમ માટે રાખવામાં આવતી પાણીની બોટલ તપાસી પરંતુ આજે તેમાં પાણીની બોટલ હતી નહીં, પછી તેને યાદ આવ્યું કે આજે પાણીની બોટલ ફ્રીઝમાં જ ભુલાઈ ગઈ છે. તે તરત જ રસોડામાં ગયો.

પાણીની બોટલ ખોલી અને ગ્લાસમાં પાણી કાઢીને તે હજુ તો પાણી પીવા જઈ રહ્યો હતો તેવામાં તેને પાછળ કોઈ ના આવવાનો અવાજ સંભળાયો, પહેલા તો મનમાં થોડી ગભરાહટ થવા લાગી કે કોણ હશે પરંતુ જેમ જેમ તે પાછળ વળ્યો ત્યારે તેને જોયું કે તેની પત્ની રાધા તેની તરફ જોઈ રહી હતી.

હજુ તે તેની પત્નીને કંઈ પૂછે તે પહેલા જ રાધાએ તેના પતિને પૂછ્યું કે હવે તમે જાતે પાણી પી લેશો? તેના અવાજમાં તીક્ષ્ણતા હતી.

પાણી તો હું જાતે પણ પી શકું છું ને રાધા, હું કંઈ બાળક નથી કે તને જગાડીને પછી તારી પાસેથી જ પાણી પીવું, રોહિત એ થોડું શરમાઈને જવાબ આપ્યો.

રાધા ના ચહેરાના હાવ ભાવ બદલાઈ ગયા, તે ગુસ્સેથી ઊભી થઈ અને રોહિત પાસે આવીને તેનો કોલર પકડી લીધો. રોહિત આ બધું જોઈને ચોકી ગયો, રાધા ની આંખોમાં ગુસ્સાની સાથે એક અજીબ પ્રકારની ચમક પણ દેખાતી હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts