મૌન નો સંબંધ – છેલ્લે સુધી વાંચવાનું ચુકતા નહીં
રાધા એ કહ્યું હું તારા પર ગુસ્સે થઈ શકું છું, પરંતુ મારી ખુશી હું કોઈને ગીતાને છીનવા નહીં દઉં. પોતાની વાત આગળ વધારતા રાધાએ કહ્યું તને પાણી આપવું એ મારી ફરજ નથી એ મારો પ્રેમ છે. અને હા આપણે ગમે તેટલા ગુસ્સામાં ભલે હોઈએ પરંતુ તમે આજ પછીથી કોઈ દિવસ જાતે પાણી ન પીતા. હું જ તમને આપીશ. તમને પાણી આપીને મને ખૂબ જ ખુશી નો અહેસાસ થાય છે.
રાધા આ બધું બોલી રહ્યું હતું તેના શબ્દોમાં એક અદમ્ય પ્રેમ હતો, રાધા ના શબ્દોમાં એવી ધાર હતી જે રોહિતના ગુસ્સાને કાપીને સીધી તેના હૃદય સુધી પહોંચી ગઈ. રાધા ને તેની બાજુમાં ઊભેલી જોઈને રોહિત નો ગુસ્સો જાણે પડવારમાં ઓગળી ગયો.
તેણે રાધાને પોતાની બાહોમાં લઈને ચુસ્તપણે આલિંગન આપ્યું. રોહિત હસીને કહેવા લાગ્યો તમે બિલકુલ સાચા છો આજ પછીથી તમે કહો તેમજ થશે. રોહિત અને રાધા બંને એકબીજા સામે જોઈને હસવા લાગ્યા.. આ બધી હસી મજાકની વાતોમાં તેઓનો ઝઘડો ગાયબ થઈ ગયો હતો.
8 વર્ષ પછી…
મોડી રાત્રે અચાનક ત્રણ વાગે રોહિતની ઊંઘ ઊડી ગઈ, ગળામાં ફરી એ જ પ્રકારની શુષ્કતા હતી, પાણી પીવાનું મન થયું એટલે તે નીચે રસોડામાં ગયો હોટલમાંથી પાણી કાઢીને હોલમાં જઈને સોફા પર બેસીને પાણી પીવા લાગ્યો.
અત્યારે રાધા ત્યાં હાજર નહોતી પરંતુ બોલની દીવાલ પર સામે રાધા નો સુંદર ફોટો ત્યાં ટિંગાઈ રહ્યો હતો, દિવાલ પરના ચિત્રમાં રાધા જેમ કાયમ હસ્તી હતી એ જ રીતે હસી રહી હતી. અશ્વિન પર નજર પડતા જ રોહિત ના ગળે જાણે ડુમો ભરાઈ ગયો.
રોહિતના આંખમાંથી અનૈચ્છિક રીતે આંસુ વહેવા લાગ્યા રોહિતને રાધા ના એ શબ્દો યાદ આવવા લાગ્યા – પ્રેમ ક્યારે મરતો નથી, તમે જ્યારે તમારા પ્રિયજનોની પાસે અને નજીક હોય ત્યારે તેની કદર કરો. તે વિચાર્યું કે “જો રાધા હોત તો તે ગ્લાસ ભરીને મારી પાસે લાવી હોત.”
પાણી પીવા કરતાં તેને તે ક્ષણે રાધાની ગેરહાજરી અસહ્ય લાગી. તે રાધા સાથેની મનમોહક ક્ષણો યાદ કરી અને પછી સૂઈ ગયો. ઊંઘમાં પણ રાધાનું હાસ્ય તેના કાનમાં ગુંજતું રહ્યું.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.