મમ્મીએ ઊંચા અવાજમાં કીધું મા-બાપ સાથે આમ વાત કરાય? તો બાળકે એવો જવાબ આપ્યો કે માતા-પિતા બંને…

એક કપલ હતું. જેના લગ્ન અને આશરે ૧૩ વર્ષથી પણ વધુ સમય થઇ ગયો હતો. તેઓને સંતાનમાં એક છોકરો હતો અને ઘરમાં તેઓ બંને પતિ-પત્ની એક છોકરો તેમજ છોકરાના દાદી માં રહેતા હતા.

એક દિવસની વાત છે જ્યારે છોકરો શાળાએ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને તેના મમ્મી તેને તૈયાર થવામાં મદદ કરી રહ્યા હતા એટલામાં જ અંદર ઘરમાંથી છોકરાની દાદી એ અવાજ કરીને કહ્યું કે જરા જોતો બેટા મારા ચશ્મા નથી મળતા, જરા શોધી આપો ને વહુ બેટા? છોકરાની મમ્મીએ આ બધું સાંભળ્યું પરંતુ કશો જવાબ આપ્યો નહીં એટલે સાસુએ ફરી પાછી એક વખત બૂમ પાડી અને વહુ ને બીજી વખત વિનંતી કરી કે જરા ચશ્મા શોધી આપો.

હવે વહુ ને થોડો ગુસ્સો આવી ગયો એટલે છોકરાને તૈયાર કરતા હતા એવામાં ધીમેથી જ વહુ બોલી કે કોઈ જાતનો કંઈ કામ-ધંધો તો છે નહીં અને આ ડોશી આખો દિવસ બોલ બોલ જ કર્યા કરે છે. વળી પાછો તેના પતિને ઊંચા અવાજે કહ્યું કે હું જરા પણ નવરી નથી છોકરાને મોજા પહેરાવું છું તમે તમારી બા ના ચશ્મા શોધી અને તમારી બા ને આપી દો. આટલું સાંભળી દીકરાને પણ થોડો ગુસ્સો આવ્યો પરંતુ એ કશું બોલ્યો નહીં અને એ બહાર આવી ગયો રૂમમાંથી બહાર આવી ને જોયું તો બાજુમાં ટેબલ ઉપર ચશ્મા પડ્યા હતા. તરત જ દીકરાએએ તેની મમ્મીને કહ્યું તમારા ચશ્મા અહીં જ પડ્યા છે તમને કાંઈ યાદ જ રહેતું નથી, બીજું બધું તો ઠીક છે હવે તમારી વસ્તુઓ તમે સાચવીને રાખી શકો કે નહીં? અમે કાંઈ થોડી જ્યારે હોય ત્યારે નવરા છીએ કે તમારી બધી વસ્તુઓ ને શોધતા ફરીએ.

પેલો નાનો છોકરો એના મમ્મી પપ્પાની બધી જ વાતો ત્યાં દૂર બેઠાબેઠા સાંભળી રહ્યો હતો. તેવામાં છોકરો તૈયાર થઈ ગયો એટલે એની મમ્મીએ તેને કહ્યું કે સાંભળ બેટા તારી ક્લાસ માં ધ્યાન રાખજે અને, તને પાણીની બોટલ ભરી દીધી છે એ બોટલમાંથી જ પાણી પીજે. અને હા બીજા કોઈ ની બોટલ માંથી પાણી પીતો નહીં અને તારી ડાયરીમાં હોમ વર્ક બરાબર લખી લેજે તેમજ તારા કંપાસ માંથી કોઈ વસ્તુ ખોવાઈ ન જાય કે ભૂલાઇ ન જાય તેનું ખાસ ધ્યાન રાખજે. આટલું બધું સાંભળ્યું એટલે છોકરાએ તેની મમ્મી સામે જોઈને કહ્યું મમ્મી આજકાલ તો બહુ બોલ બોલ કરી રહી છે. હવે પછીથી આ બોલ બોલ કરવાનું મને પસંદ નથી માટે બંધ કરી દેજે. નાનકડા છોકરાની આવી વાત સાંભળી તો તેની મમ્મી તો જાણે અંદરથી આશ્ચર્ય ચકિત થઈ ગઈ.

હજુ છોકરો સ્કૂલે નીકળતો હતો એવામાં તેના પપ્પાએ બૂમ પાડી કે બેટા મારો મોબાઇલ નથી મળતો તારા ધ્યાનમાં ક્યાંય મોબાઇલ જોયો છે તો મને કહે? છોકરા એ તરત જ તેના પિતાને જવાબ આપતા કહ્યું કે આટલા મોટા થઈ ગયા પરંતુ હજુ પણ તમને તમારી વસ્તુ સાચવીને રાખતા જરા પણ આવડતી નથી અને પછી તમારી વસ્તુ શોધવા માટે આખું ઘર માથે લો છો. છોકરાએ તેના પિતાને પણ આવો જવાબ આપ્યો એટલે પિતા પણ તેનો જવાબ સાંભળીને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા, મમ્મી પણ ત્યાં જ ઉભી હતી મમ્મી એ તરત જ તેના છોકરા ને કહ્યું કે તને કંઈ ભાન છે કે તું શું બોલે છે? માબાપ સાથે કઈ રીતે વાત કરવાની હોય તે નથી આવડતી કે શું? તને સ્કૂલમાંથી આવું શીખવવામાં આવે છે?

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts