માઈક્રોવેવમાં ખાવાનું ગરમ કરવાનું પડી શકે છે સ્વાસ્થ્ય માટે મોંઘુ
ઘણી વખત આપણે ભોજન વધ્યું હોય, ત્યારે તેને માઈક્રોવેવમાં મૂકીને ગરમ કરી અને ખાતા હોઈએ છીએ. પરંતુ આવું કરવાથી શરીર ને નુકસાન પહોંચી શકે છે. અથવા તો જો તમે પ્લાસ્ટિક કન્ટેનર માં ખાવાનું રાખીને ગરમ કરતા હોય તો તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી જ છે.
એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી કે માઈક્રોવેવમાં પ્લાસ્ટિકના કન્ટેનરમાં રહેલું ગરમ ભોજન ઉચ્ચ રક્તચાપ નું કારણ બને શકે છે. આ સિવાય મગજના કામકાજને પણ અસર કરી શકે છે. માઈક્રોવેવ ઓવનમાં ખોરાક ગરમ કરીએ ત્યારે પ્લાસ્ટિક કન્ટેનર ના રહેલા બધા રસાયણોના 95 ટકા જેટલા રીલીઝ કરે છે.
આ વિષયમાં વધુ વિશેષજ્ઞો ડોક્ટરોનું માનવું છે કે પ્લાસ્ટિક કન્ટેનર માં સૌથી ખતરનાક રસાયણો મા નુ એક મોજુદ છે સામાન્ય રીતે બીપીએ ના નામથી જાણવામાં આવે છે. આ તત્વ રક્ત પ્રવાહમાં પ્રવેશીને ઘણી બધી સમસ્યાઓ ઉભી કરી શકે છે, જેમાં હોર્મોનલ થી માંડીને કેન્સર સુધીની સમસ્યાઓ થઈ શકે છે.
આ મષ્તિષ્ક ની રચનાને પણ નુકસાન પહોંચાડી શકે છે. અને માત્ર માણસ નહિ પરંતુ જાનવરોમાં પણ આના સાઇડ ઇફેક્ટ મળી આવ્યા છે.