આપણી આ 8 ભૂલને કારણે વધી જાય છે થાઇરોઇડ ની સમસ્યા
લગભગ બધાને ખબર જ હોય છે કે થાઇરોઇડ એ કઈ બીમારીનું નામ છે તેમજ આ બીમારીમાં શું થાય છે વગેરે. પરંતુ આ બીમારી ના કારણો શું હોઈ શકે તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. જેમ કે આપણી અત્યાર ની લાઈફ સ્ટાઇલ ની વાત કરીએ તો આપણા વ્યસ્ત જીવનમાંથી અમુક જરૂરી વસ્તુ ને ટાઈમ ફાળવી શકતા નથી અને જેથી કરીને નાની-નાની બીમારીઓ થઈ શકે છે. છે.આ સિવાય ધીમે ધીમે આ નાની સમસ્યાઓ મોટું સ્વરૂપ લઈ શકે છે. એવી જ એક બીમારીની વાત કરીએ તો આજકાલ થાઇરોઇડ ઘણા લોકોને થતો હોય છે. થાઇરોડ એ ગળામાં થાય છે જેમાં thyroxine નામનું હોર્મોન બને છે. આ સમસ્યા જોકે માત્ર ખાવા પીવાને લીધે જ નહીં પરંતુ ઘણી ખરાબ ટેવોને કારણે પણ થઇ શકે છે. આપણા રોજિંદા જીવનની અમુક આદત પણ થાઈરોઈડની સમસ્યા ને વધારી શકે છે.
આથી આ આદતોને આજે જ જાણી લો અને તેની પર અમલ કરીને આ ખરાબ આદતોને જીવન માંથી કાઢી નાખો.
ઘણા લોકોને ધુમ્રપાન કરવાની ટેવ હોય છે. ધુમ્રપાન થાઇરોડ માટે તો હાનિકારક જ છે પરંતુ તે બીજા પણ ઘણા ગંભીર રોગો કરી શકે છે. ધુમ્રપાન કરવું જોઈએ નહીં.
જ્યારે થાયરોડ ની સમસ્યા હોય ત્યારે સોયા ની વસ્તુઓ અથવા સોયાબીન નું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે આનાથી થાઈરોઈડ ગ્લેન્ડ વધી શકે છે અને પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે છે.
આ સિવાય આપણે મનમાં ઘણા બધા સ્ટ્રેસ લઈએ છીએ. પરંતુ થાઈરોઈડની સમસ્યા હોય તો મગજ પર સ્ટ્રેસ વધુ લેવો જોઈએ નહીં.
જો કોઈને થાઈરોઈડ થયો હોય અને ડોક્ટરે આપેલી સલાહ નો પાલન ન કરે તો પણ સમસ્યા વધી શકે છે આથી ડોક્ટરે કીધા પ્રમાણે જ તેમજ રોજિંદી ક્રિયાઓ કરવી જોઈએ.