આપણી આ 8 ભૂલને કારણે વધી જાય છે થાઇરોઇડ ની સમસ્યા
ઘણી દવાઓ એવી હોય છે જે થાઈરોઈડ ગ્લેન્ડ ને નુકસાન પહોંચાડી શકે છે. આથી આવી દવાઓ અથવા કોઈપણ દવાઓ લેતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
શરીરમાં શુગરની માત્રા નિયંત્રિત રાખવી જોઈએ કારણ કે આવું ન કરવાથી શરીરનું ઇન્સ્યુલિન બગડી શકે છે. જે થાઈરોઈડની સમસ્યા વધારી શકે છે. આથી શુગરને નિયંત્રણ મા રાખવું જોઈએ.અને એટલા માટે જ વધુ ગ્લુટેન વાળા ખોરાકનું સેવન ન કરવું જોઈએ.
ઘણા લોકો થાઈરોઈડમાં વજન વધે એવા ડરથી અમુક કાર્બોહાઇડ્રેટ્સ યુક્ત ચીજ-વસ્તુઓનું સેવન બંધ કરી દે છે, જે થાઈરોઈડ ગ્લેન્ડ માટે બરાબર નથી. થાઇરોઇડને કંટ્રોલમાં રાખવા માટે હેલ્ધી ડાયટ લેવું એકદમ જરૂરી છે. આથી ડાયટ ડોક્ટર ના જણાવ્યા પ્રમાણે જ લેવું જોઈએ.
વધુ પડતું મીઠું ખાવાથી પણ શરીરમાં આયોડિનની માત્રા વધી જાય છે, જેનાથી સમસ્યાઓ વધી શકે છે. આથી મીઠાનું બને તેટલું ઓછું સેવન કરવું જોઈએ.
આ સિવાય માત્ર ડાયટમાં જ નહીં પરંતુ તમારી દિનચર્યા અને દવાઓ માટે ડોક્ટર સલાહ કરે તેમ જ કરવું જોઈએ.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.