ભારતીય સેનામાં ભરતી થશે શહીદ મેજર ની પત્ની, કહ્યું હું તેનો યુનિફોર્મ પહેરીશ

પુલવામામાં થયેલા હુમલા પછી આશરે ૪૫ જેટલા જવાનો થોડા જ દિવસોમાં શહીદ થઈ ગયા હતા. અને શહીદોને શ્રદ્ધાંજલિ આખા દેશે ભાવપૂર્ણ આપી હતી. લોકોની દેશભક્તિ તો જાગી જ હતી પરંતુ દરેક લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે જે દુશ્મન દેશ ના ઇરાદા કરતા ક્યાંય મજબૂત હતો.

જવાનોના પરિવારોને શું ગુમાવ્યું છે તેની તો માત્ર તેઓને જ ખબર પડી શકે છે, પરંતુ આ દુઃખ માં આખો દેશ તેમની સાથે ઉભો છે. તેવું પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. અને શહીદના પરિવારોમાં પણ આ હુમલાનો બદલો લેવા માટે ની માંગ મજબૂત હતી, અને ભલે તેને પોતાના પરિવારજનો ગુમાવ્યા પરંતુ તેનામાં દેશભક્તિ છાશવારે પણ ઓછી થઈ ન હતી. એનું એક ઉદાહરણ સામે આવ્યું છે, ભારતીય સેનામાં શહીદ મેજર ની પત્ની ભરતી થશે.

શહીદ મેજર પ્રસાદ મહાદિક ની પત્ની ગૌરી નુ સિલેક્શન આર્મીમાં થઈ ચૂક્યું છે. તેને સેનામાં સામેલ થવા માટે જરૂરી SSB ની પરીક્ષા ક્લિયર કરી નાખી છે. ચેન્નાઈની ઓફિસર ટ્રેનિંગ એકેડમી એપ્રિલ માટેની ટ્રેનિંગ શરૂ થશે. અને જણાવી દઈએ કે તેના પતિની ટ્રેનિંગ પણ આ જ જગ્યાએ થઈ હતી. જણાવી દઈએ કે ટ્રેનિંગ પૂરી થયા બાદ ગૌરી લેફ્ટનન્ટ તરીકે સેના માં જોડાશે.

જણાવી દઈએ કે મેજર અને તેની પત્ની ના લગ્નને હજી બે વર્ષ પણ નહોતા થયા, ત્યાં જ તેના પતિ સહિત થઈ ગયા હતા. તેઓ ૩૧ વર્ષની ઉંમરે શહીદ થઈ ગયા હતા. ભારત ચીનની બોર્ડર પાસે તેની પોસ્ટિંગ હતી જેમાં તેઓ જ્યાં હતા ત્યાં ગોળીબારી કરવામાં આવી હતી. જેમાં તેઓ શહીદ થઈ ગયા હતા. હાલ તેની પત્ની કંપની સેક્રેટરી ની નોકરી છોડીને સેના માં જોડાવાની છે.

આર્મી મેજર પ્રસાદ મહાદિક અરુણાચલ પ્રદેશમાં પોસ્ટેડ હતા જ્યાં ડિસેમ્બર 2017 ઉગ્રવાદીઓના હુમલામાં તેઓ શહીદ થયા હતા. અને આના પછી તેની પત્ની નક્કી કરી લીધું હતું કે તે સેનામાં જોડાવા માંગે છે, અને તેના સંબંધિત તૈયારીઓ કરવા લાગી હતી. અને ગૌરવની વાત એ છે કે તેની પત્ની શહીદોની પત્નીઓ માટે આયોજિત થનારી વિશેષ પરીક્ષામાં ટોચનો નંબર પ્રાપ્ત કર્યો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts