ભારતીય સેનામાં ભરતી થશે શહીદ મેજર ની પત્ની, કહ્યું હું તેનો યુનિફોર્મ પહેરીશ
આના વિષે તેને જણાવ્યું હતું કે પતિ ની શહાદત પછી દસ દિવસોમાં જ તેને વિચારી લીધું હતું કે હવે શું કરવું છે. પછી તેના પતિ વિષે વિચાર્યું અને સેનામાં જોડાવાનો નિર્ણય કર્યો. અને આ જ નિર્ણયને તેને પોતાનું લક્ષ્ય બનાવી દીધું.
આ વાત કરતી વખતે તે થોડીક ભાવુક પણ થઈ ગઈ હતી પરંતુ તેને ચોખ્ખી ભાષામાં કહી દીધું હતું કે જો તેને મોકો મળશે તો તે પણ દેશ માટે શહીદ થઈ જશે. આપણા દેશમાં આવા દેશભક્તો હોવાને કારણે જ સામાન્ય માણસ સુરક્ષિત છે.
આ સિવાય ગૌરીએ જણાવ્યું હતું કે તેને પરીક્ષા સમયે જે ચેસ્ટ નંબર મળ્યો હતો તે જ ચેસ્ટ નંબર પતિનો પણ હતો. અને એટલું જ નહીં મેડિકલ ટેસ્ટ માં તેને 45 ચેક આપવામાં આવ્યો હતો જે તેના પતિના જન્મ દિવસ એટલે કે 9 છે, અને આ વાત માટે ગૌરી પોતાને નસીબદાર માને છે.