મજુર ની દીકરી ની વિદાય થઈ હેલિકોપ્ટરમાં, જતાં જતાં કહી દીધી એવી વાત કે દરેક લોકો થઈ ગયા ભાવુક

ભારતમાં હમણાં એક એવા ગરીબ પરિવારની દીકરી ના લગ્ન થયા જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે, પરંતુ એવું તે શું કારણ હતું કે આ લગ્નની ચર્ચા બધે જ થઈ રહી છે. ચાલો જાણીએ અમુક મીડિયા રિપોર્ટ અનુસાર વરરાજાએ છોકરી પાસેથી એક રૂપિયો શુકન તરીકે લઈને તેની સાથે લગ્ન કર્યા.

હવે ભારત દેશની વાત કરીએ તો આજે પણ ક્યાંક ખૂણેખાંચરે દહેજની પ્રથા હજુ યથાવત છે. અને એક છોકરાએ આવી રીતના લગ્ન કર્યા માટે દરેક બાજુએ તેના વખાણ થઈ રહ્યા છે અને તેને માત્ર એક રૂપિયો લઈને જેની સાથે લગ્ન કર્યા તેને જ પાછું હેલિકોપ્ટરમાં બેસાડી ને વિદાય કરાવવામાં આવી.

જ્યારે વરરાજાના પિતા સાથે વાત કરવામાં આવી ત્યારે તેને પણ લોકોને સંદેશો આપતા કહ્યું હતું કે દીકરી બચાવો. તેઓ એવું ઇચ્છે છે કે લોકો પોતાની દીકરીને બોજ ન સમજે. આ હકીકત મા એક નાનકડા ગામડા ની ઘટના છે, જેના આજૂબાજૂના ગામડા ના લોકો પણ આ લગ્નને જોવા આવ્યા હતા. અને ત્યાંના લોકો અનુસાર આ લગભગ પહેલા એવા લગ્ન હશે જેમાં કોઈ દહેજ લેવાયું ન હતું.

અમુક મીડિયા રિપોર્ટ અનુસાર વરરાજાના પિતા એ પહેલેથી જ કહી દીધું હતું કે તેઓ દહેજમાં કંઈ લેશે નહિ. અને દિકરી ત્યાંના ગરીબ પરિવારની હોવાથી દીકરીના પરિવારમાં પણ ખુશીનો માહોલ સર્જાઈ ગયો હતો. અને ગરીબ પરિવારની હોવા છતાં દીકરી ભણેલી-ગણેલી છે. અને વરરાજા સંજય નું ભણતર પણ પૂરું થવામાં છે.

જણાવી દઈએ કે દીકરી સંતોષ ના પિતા મજુર છે અને તેને ત્રણ સંતાન છે. સંતોષ તેની સૌથી મોટી દીકરી છે જેના આવી રીતના ધામધૂમથી લગ્ન થવાને કારણે તેઓ ખુશ છે. તેઓએ જણાવ્યું હતું કે આ ભગવાનની કૃપા અને દીકરીના નસીબ કહેવાય કે તેની દીકરી ની વિદાય હેલિકોપ્ટરથી થઈ રહી છે. અને આ વિદાય જોવા માટે આજુબાજુના ગામમાંથી પણ માણસો આવ્યા હતા. અને ત્યાં ભીડ જમા થઈ ગઈ હતી.

દિકરી ની વિદાય વખતે તેના પરિવારના લોકોની આંખ ભીની થઈ ગઈ હતી અને દીકરી પણ ઘણી ભાવુક થઇ ગઇ હતી. અને ભાવુક થઈને તેને કહ્યું હતું કે તેને ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેને લગ્ન કરવા માટે કોઈ હેલિકોપ્ટર લઈને આવશે. ભગવાને તેને માંગ્યા વગર જ જાને દુનિયાની બધી ખુશી આપી છે. મારા માતા પિતા અને ગામ ના લોકો મને હંમેશા યાદ રહેશે. આ સાંભળીને ગામના લોકો પણ ભાવુક થઈ ગયા હતા.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team